સુરક્ષાદળોને મોટી સફળતા: પુલવામામાં 3 આતંકીઓનો ખાતમો

લશ્કર એ તૈયબા કમાન્ડર એઝાઝ ઉર્ફે અબુ હુરૈરાને પણ ઠાર કરાયો

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સૈન્ય અને આંતકીઓ વચ્ચે મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણમાં 3 આતંકીઓને ઠાર માર્યા છે. સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસ મળીને જોઈન્ટ ઓપરેશન ચલાવી રહી છે. તેમજ સુરક્ષાદળોને આતંકીઓ પાસેથી હથિયારો અને ગોળા બારૂદ ઉપરાંત આપત્તિજનક સામગ્રી પણ મળી છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજીપી જણાવ્યું કે અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓમાં પાકિસ્તાનનો રહીશ લશ્કર એ તૈયબા કમાન્ડર એઝાઝ ઉર્ફે અબુ હુરૈરા પણ સામેલ છે. આ ઉપરાંત સુરક્ષાદળોએ બે સ્થાનિક આતંકીઓને પણ ઠાર કર્યા.

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલી અથડામણ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. મંગળવારે જિલ્લા હોસ્પિટલની પાસે આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરતા સુરક્ષાદળોએ પણ જવાબી ફાયરિંગ કર્યું.

 56 ,  1