વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ધડાકો, યુવતી સાથે વાત કરનાર યુવકની અટકાયત

મોત પહેલા યુવતી સાથે મોબાઈલ પર 36 સેકન્ડ વાત કરનાર ઈમરાન પકડાયો

વડોદરા યુવતીના દુષ્કર્મ અને આપઘાત કેસમાં પોલીસે મજબૂત પુરાવો હાથ લાગ્યો છે. યુવતીએ સુરત રેલવે સ્ટેશન પરથી ઈમરાન નામના યુવકને ફોન કર્યો હોવાનુ પણ તપાસમાં ખૂલ્યુ હતું. યુવતીએ ઈમરાન સાથે નોકરી બાબતે વાતચીત કરી હતી. યુવતીએ સુરત ડોમીનોઝ પીઝામાં પણ કોલ કરી નોકરી મેળવવા શું કરી શકાય તે વિશે પણ પૂછપરછ કરી હતી. ત્યારે આ ઈમરાન નામનો શખ્સ પોલીસ મળી આવ્યો છે.

વેક્સીન મેદાન ખાતે યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કાર (gangrape) નો મામલો ઘટનાના 25 દિવસ વીત્યા બાદ પણ ગૂંચવાયેલો છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યુવતી 36 સેકન્ડ વાત કરનાર ઇમરાનની પોલીસે અટકાયત કરી છે. ઈમરાન છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં હતો. ત્યારે હાલ ઈમરાન કોણ છે અને તેના પીડિતા સાથે કેવા સંબંધ છે તે દિશામાં રેલવે પોલીસ કામ કરી રહી છે. યુવતી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાં બેસી હતી, તો શું યુવતી ઈમરાનને મળવા જતી હતી તે દિશામાં પણ પોલીસ કામ કરી રહી છે. સાથે જ ઈમરાનનો ઓએસિસ સંસ્થા સાથે કોઈ સંબંધ છે કે નહિ તે પણ તપાસ કરાશે. 

ગેંગરેપ કેસમાં હવે પોલીસની ટીમો વેક્સિન આસપાસની સોસાયટીઓમાં ઘેર ઘરે ફરીને તપાસ કરશે. રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, યુવતી પર રેપ થયો છે અને તેના હાથ-પગ અને સાથળના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા છે, ઓરલ એવિડન્સ મળ્યા છે કે યુવતી પર રેપ થયો છે પણ બનાવનો દિવસ અને મેડીકલ તપાસના દિવસ વચ્ચે સાત આઠ દિવસનો ગાળો હોવાથી મેડિકલ પુરાવા મળી ન શકે.

 61 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી