બિહાર : પ્રચારના છેલ્લા દિવસે ભાવુક થયા નીતીશ કુમાર, કહ્યું – આ મારી છેલ્લી ચૂંટણી…

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજનીતિમાંથી સંન્યાસની કરી જાહેરાત

બિહારમાં પ્રથમ બે તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. હવે 7 નવેમ્બરે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્રીજા તબક્કા માટે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો. પ્રચારના છેલ્લા દિવસે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાષણ આપતા દરમિયાન ભાવુક થયા હતા. અને કહ્યું હતું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પૂર્ણિયામાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, જાણી લો આજે ચૂંટણીનો છેલ્લો દિવસ છે. પરમ દિવસે મતદાન છે. આ મારી છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. 

બિહાર વિધાનસભાના ત્રીજા તબક્કા માટે સાતમી નવેમ્બરના રોજ મતદાન યોજશે. હાલ તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે ધમદાહામાં એક રેલી દરમિયાન રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે.

તેમણે કહ્યુ કે, 2020ની ચૂંટણી તેમની અંતિમ ચૂંટણી હશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે.

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર