કોંગ્રેસના ઉમેદવારે ભવિષ્યવાણી કરી અને તરત જ સાચી પડી, મંચ તૂટી પડ્યુું : જુઓ Video

‘કિસકો કબ ગિરાના હૈ જનતા જાણતી હૈ…’ કહેતાની સાથે નેતાજીનું મંચ થયું ધડામ

સરકારને પાડવાની વાત કરતા નેતાજી ખુદ મંચ સાથે ધડામ કરતા નીચે પટકાય

જિન્નાની તસવીરના મામલે ચર્ચામાં આવેલા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મશકૂર અહમદ ઉસ્માનીનું મંચ ભાષણની વચ્ચે તૂટી ગયું હતું. કોંગ્રેસ ઉમેદવાર સરકાર પાડવાની વાત કરતા હતા તે દરમિયાન ખૂદ પડી ગયા હતા. તો બીજી સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જે મંચ પર ચડી મશકૂરે સરકારને ઉથલાવવાની વાત કરી રહ્યા હતા કે તરત જ તે મંચ ધડામ લઇ જમીનદોસ્ત થયું હતું.

વાયરલ વીડિયોમાં કૉંગ્રેસ ઉમેદવાર મંચ પરથી પોતાના ભાષણ દરમિયાન કહે છે, ‘જનતાને દરેક વખતે નેતાની પસંદગી કરવાની તક મળે છે. અને લોકતંત્રમાં લોકો જાણે છે કે કોને ક્યારે ઉપર લાવવાના છે અને કોને ક્યારે નીચે પાડવાના છે.’ કૉંગ્રેસ નેતાના આટલુ કહેતા જ મંચ તૂટી જાય છે અને મંચ પર બેસેલા તમામ લોકો નીચે પડી જાય છે.

કૉંગ્રેસ ઉમેદવાર મશકૂર અહમદ ઉસ્માનીના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

મશકૂર અહમદ ઉસ્માનીનું નામ ચર્ચામાં ત્યારે આવ્યું હતું, જ્યારે તેના પર અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ રહેતા પાકિસ્તાનના ફાઉન્ડર મોહમ્મદ અલી જિન્નાની તસવીર રૂમની અંદર લગાવવાનો આરોપ લગાવ્યો હતો

 104 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર