Bihar Elections 2020 : બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે, 10 નવેમ્બરે જાહેર થશે પરિણામ

બિહારમાં 3 તબક્કામાં 28 ઓક્ટોબર, 3 અને 7 નવેમ્બરે મતદાન

બિહારમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ ચરણમાં હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરતાં જ બિહારનું આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પહેલી ચરણનું મતદાન 28 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે, બીજા ચરણનું 3 નવેમ્બરે મતદાન થશે જ્યારે ત્રીજા ચરણનું 7 નવેમ્બરે મતદાન થશે. 10 નવેમ્બરે મતદાનની ગણતરી હાથ ધરવામાં આવશે.

પહેલા તબક્કાની ચૂંટણી 26 ઓક્ટોબરે યોજાશે જેમાં 71 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કાની ચૂંટણી 10 નવેમ્બરે થશે અને   બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7મી નવેમ્બરે 78 બેઠકો પર મતદાન થશે. 

  • કોરોના દર્દી છેલ્લાં એક કલાકમાં મતદાન કરી શકશે
  • 5થી વધુ લોકો ઘેર-ઘેર પ્રચાર કરી શકશે નહીં
  • ફોર્મ ભરતી વખતે ઉમેદવારની સાથે માત્ર બે જ વાહનની છૂટ
  • તમામ મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ હશે
  • સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાશે, એક બૂથ પર 1 હજાર મતદાતાઓ જ હશે

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ જણાવ્યું કે, આ વખતે માત્ર વર્ચ્યૂઅલ પ્રચાર થશે અને જો ઓફલાઇન નોમિનેશન કરી રહ્યા હશે તો બે વાહન અને બે જ લોકો સાથે રહેશે. આ વખતની ચૂંટણીમાં ઉમેદવાર ઓનલાઇન નોમિનેશન, ડિપોઝિટ ભરી શકશે. સાથોસાથ તેઓ જીતનું ડિજિટલ પ્રમાણ પત્ર પણ મેળવી શકે છે.

આ વખતે યોજાનારી ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી હશે. જોકે, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તે લાગુ નહીં થાય. CEC અરોરાએ જાણકારી આપી કે કોવિડ દર્દી મતદાનના દિવસે સૌથી અંતમાં મતદાન કરી શકશે.

 61 ,  1