બિહારઃ ભાગલપુરમાં નાવ પલટી જતાં 5 લોકોના મોત, અનેક લાપતા

બિહારના ભાગલપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે, નાવ પલટી જતાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો લાપતા થયા છે. આ દુર્ઘટના નૌગછિયાના કરારી તીનટંગા દિયારામાં સર્જાઇ છે. આશરે 100 લોકો સવાર નવા ગંગાની ઉપધારામાં પલટી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ એસડીઆરફની ટીમ સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં લાગી હતા. બચાવટીમ દ્વારા શોધખોળ હાથ ધરતા પાચં લોકોની લાશ મળી આવી છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે.

મળતી વિગત મુજબ, કેટલાક લોકો નાવમાં સવાર થઇ તિનટંગાથી દિયારા જઇ રહ્યા હતા. નાવમાં મહિલાઓ પણ સામેલ હતી. આ દરમિયાન નાવ દર્શનિયા ધાર પહોંચી ત્યાં દુર્ઘટનાનો ભોગ બની હતી. આશરે 100 લોકો સાથે સવાર નાવ ડૂબવા લાગી હતી. અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ મળી ચૂકયા છે જ્યારે 15 લોકોની સ્થિતિ નાજુક છે.

 58 ,  1