દરભંગામાં PM મોદીનો હુંકાર – જંગલરાજના યુવરાજ નહીં કરી શકે બિહારનો વિકાસ

PM મોદીએ રામ મંદિરને યાદ કરીને વિરોધ પક્ષોને લીધા આડે હાથ, કહ્યું – NDA જે કહે છે તે કરે છે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં રેલીને સંબોધિત કરી હતી. જેમાં વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે દરભંગામાં AIIMS બનાવવાનો નિર્ણય લીધો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. તમે લોકો એકવાર ફરીથી તક આપશો તો પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ફરીથી સરકાર બનાવીશું. એક એક મત NDAના તમામ ઉમેદવારોને આપો. બિહારને વિક્સિત રાજ્ય બનાવીશું.

વડાપ્રધાને કહ્યું હતું કે, NDAએની ઓળખ છે કે, તે જે કહે છે તે કરે છે. સમાજને વિભાજીત કરનારાઓથી સતર્ક રહેવાની જરૂર છે. પીએમ મોદીએ રામ મંદિરને યાદ કરીને વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા છે.

પીએમ મોદીએ વિરોધ પક્ષ પર નિશાન તાકતા કહ્યું હતું કે, પહેલા જે સરકારમાં હતાં તેમનો મંત્ર હતો કે પૈસા હજમ પરિયોજના ખતમ. તેમને કમીશન શબ્દથી એ હદે પ્રેમ હતો કે, કનેક્ટિવિટી પર તો ક્યારેય ધ્યાન જ ના આપ્યું. કોસી મહાસેતુ સાથ શું શું થયું તે આપ સૌકોઈ જાણો છો. અટલ બિહારી વાજપેયીએ  કોસી મહાસેતુ પર કામ શરો કર્યું. કેન્દ્રમાં એનડીએ અને બિહારમાં નીતીશ કુમારની સરકાર બન્યા બાદ કોસી મહાસેતુ પર કામ ઝડપથી આગળ વધ્યું અને પુરૂ પણ થયું. હવે બિહારના વિકાસનો આગામી તબક્કો છે આત્મનિર્ભર બિહાર.

વડાપ્રધાને દરભંગામાં જાહેરસભાને સંબોધતા અયોધ્યા મુદ્દાનો ઉલ્લેખ કરીને લોકોને અપીલ કરી હતી કે, બિહારની જંગલ રાજ સાથે તુલના કરનારા લોકો અને રાજ્યની વિકાસ યોજના માટેના ભંડોળનો દુરૂપયોગ કરનારા લોકોને હારનો સ્વાદ ચખાડજો. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જે લોકો પહેલા રામ મંદિર નિર્માણમાં વિલંબ માટે ભાજપને ટોણા મારતા હતા તેઓને હવે ભાજપની પ્રસંશા કરવાની ફરજ પડી છે. માતા સિતાના જન્મસ્થળે આવીને મને આનંદ થયો છે. રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. જે રાજકીય તત્વો અગાઉ અમને રામ મંદિર બાંધકામની તારીખ અંગે સવાલ કરતા હતા તેઓને હવે તાળીઓ પાડવાની ફરજ પડી છે, તેમ મોદીએ રેલીને સંબોધતા જણાવ્યું હતું.

 45 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર