બિહાર : પૂર્વ મુખ્યમંત્રીની જીભ કાપો – 11 લાખનું ઈનામ મેળવો

ભાજપના નેતાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી અને હિંન્દુસ્તાની આવામ મોર્ચાના રાષ્ટ્રીય પ્રમુખ માંઝીએ બ્રાહ્મણો વિરુદ્ધ અપશબ્દો બોલીને ભલે માફી માંગી લીધી હોય પરંતુ બીજી બીજુ આ મામલો શાંત થઈ રહ્યો નથી. સોમવારે જીતનરામ માંઝી વિરુદ્ધ બિહારની કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. આ મામલે બિહાર બીજેપી નેતા ગજેન્દ્ર ઝાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. માંઝી પર પ્રહાર કરતા તેણે કહ્યું કે, જે પણ બ્રાહ્મણનો પુત્ર માંઝીની જીભ કાપી નાંખે છે, તેને 11 લાખ રૂપિયા આપશે.

જ્યારે બીજેપી નેતા તરફથી જીતનરામ માંઝીની જીભ કાપવાની વાત બહાર આવી ત્યારે માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચાએ પણ વળતો જવાબ આપ્યો. હિન્દુસ્તાની અવમ મોરચાના પ્રવક્તા દાનિશ રિઝવાને કહ્યું કે, જીતનરામ માંઝી માટે ભાજપના નેતાઓ દ્વારા સતત અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. ગજેન્દ્ર ઝાએ જીતન માંઝી ની જીભ કાપવાની વાત કરી છે. શું આ દલિતોના અપમાનની વાત નથી? દાનિશ રિઝવાને કહ્યું કે હું બિહાર ભાજપના ટોચના નેતાઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાના લોકોને સમજાવે કે આ બધું યોગ્ય નથી.

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝી વિરુદ્ધ સોમવારે પટના અને પૂર્ણિયામાં બ્રાહ્મણ સમુદાય સાથે દુર્વ્યવહાર કરવા બદલ બે FIR નોંધવામાં આવી હતી. પટનામાં વિશાલ કુમાર સિંહના નેતૃત્વમાં બ્રાહ્મણ સમુદાયના લોકોએ રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

શું બાબત છે?

જીતન રામ માંઝીએ 19 ડિસેમ્બરે પટનામાં એક જાહેર સભા દરમિયાન બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘જ્યારે હું નાનો હતો, ત્યારે સત્યનારાયણ પૂજાની પ્રથા અમારા સમુદાયમાં બહુ લોકપ્રિય નહોતી. આજકાલ લગભગ દરેક ઘરમાં સત્યનારાયણ પૂજાની પ્રથા છે. એનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે અમારા ઘરે બ્રાહ્મણો (પંડિતો) આવે છે. પૂજા કરે છે, પરંતુ તેઓ અમારા ઘરમાં ખોરાક લેતા નથી. તેઓ નિર્લજ્જતાથી અમારા ઘરમાં ભોજન ખાવાને બદલે અમારી પાસે પૈસા (દક્ષિણા) માંગે છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી