બિહાર માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર : ફ્રી માં કોરોનાની વેક્સિન આપવાનો કર્યો વાયદો

ભાજપનું 5 સૂત્ર, 1 લક્ષ્ય, 11 સંકલ્પ, સત્તામાં આવતા 19 લાખ નવા રોજગારનું વચન

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇ ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં પટણામાં સંકલ્પ પત્ર જાહેર કરાયો હતો. જેમાં ભાજપા સરકારે બિહારની જનતા માટે અને લોભામણા વાયદાઓ કર્યા છે. જેમાં ખાસ કરીને કોરોનાની વેક્સિનને લઇ મહત્વની જાહેરાત ઘોષણાપત્રમાં કરવામાં આવી છે. જો પાર્ટી સત્તામાં આવશે તો કોરોના વેક્સીનનું મફત રસીકરણ કરવામાં આવશે.

ઘોષણાપત્રમાં ભાજપે આત્મનિર્ભર બિહારનું સૂત્ર આપ્યું છે. તેમજ ‘ભાજપ છે તો ભરોસો છે’ નું નવું સૂત્ર અને વીડિયો સોંગ પણ રજૂ કરાયું હતું.

ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંકલ્પ પત્રમાં 11 સંકલ્પો કર્યાં છે. તેમાં સૌથી પહેલા જો તે સત્તામાં આવશે તો કોરોના વેક્સિનની ફ્રીમાં રસીકરણ કરાવશે. ભાજપે પોતાના સંકલ્પપત્રમાં 19 લાખ નોકરી દેવાનું વચન આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલે કહ્યું કે, રાષ્ટ્રવાદ અને વિકાસ અમારૂ સૌથી મોટું વચન છે.

ઘોષણા પત્રમાં 2022 સુધી 30 લાખ લોકોને પાકા મકાન દેવાનું વચન આપવામાં આવ્યું છે સાથે દરભંગામાં એમ્સ હોસ્પિટલ બનાવાશે.

સંકલ્પપત્રમાં શું અપાયા છે વચનો?

 • દરેક બિહારવાસીને કોરોનાની વિનામૂલ્યે રસી
 • મેડિકલ, એન્જિનિયરીંગ સહિત અન્ય ટેક્નિકલ શિક્ષણ હિન્દી ભાષામાં ઉપલબ્ધ કરાવવું.
 • એક વર્ષમાં સમગ્ર પ્રદેશમાં ત્રણ લાખ નવા શિક્ષકોની ભરતી
 • નેક્સ્ટ જનરેશન આઈટી હબમાં પાંચ વર્ષમાં પાંચ લાખ રોજગારી
 • એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું વચન
 • એક લાખ લોકોને સ્વાસ્થ્ય વિભાગમાં નોકરી, 2024 સુધીમાં દરભંગા એમ્સ ચાલુ કરાવવી.
 • ધાન અને ઘઉં બાદ દાળની ખરીદી પણ MSPના દરે
 • 30 લાખ લોકોને 2022 સુધીમાં પાક્કા મકાન આપવાનું વચન.
 • 2 વર્ષમાં 15 નવા પ્રોસેસિંગ ઉદ્યોગ લાવવાનું વચન.
 • 2 વર્ષમાં મીઠા પાણીમાં ઉછરતી માછલીઓનું ઉત્પાદન વધારવું.
 • ખેડૂત ઉત્પાદન સંઘોની વધુ સારી સપ્લાય ચેન બનાવવી, જેનાથી 10 લાખ રોજગારી પેદા થશે. 

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર