Bihar Election Result Live : NDAને મળ્યું બહુમત, મહાગઠબંધન પછડાયું

કોના શિરે તાજ…! આજે ફેંસલો

બિહારના રુઝાનમાં NDA બહુમતને પાર થઈ ગઈ છે. જોકે હજી પરિણામ સ્પષ્ટ કહી શકાય એમ નથી કારણકે બપોર સુધી માત્ર 25% વોટની જ ગણતરી થઈ છે. એટલે કે 4.10 કરોડ વોટમાંથી 92 લાખ વોટ જ કાઉન્ટ થયા છે. ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે, 10 નવેમ્બરની સવારે 8 વાગ્યા સુધી મળેલા તમામ પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું કે સરેરાશ 30-35 રાઉન્ડ હોઈ શકે છે. કાયદા મુજબ, આજે સવારે 8 વાગ્યા સુધી પ્રાપ્ત તમામ પોસ્ટલ મતપત્રોની ગણતરી થશે. તેનો અર્થ છે કે મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યા સુધી પ્રાપ્ત પોસ્ટલ મતપત્રોની ગણતરી થશે. તેનાથી સંબંધિત ડેટા રિટર્નિંગ ઓફિસર સ્તર પર ઉપલબ્ધ હશે.

  • બિહાર રિઝલ્ટ: ગયા સીટ પરથી ભાજપના પ્રેમ કુમાર આગળ ચાલી રહ્યા છે. મહાગઠબંધન 28 સીટો પર આગળ, એનડીએ 23 સીટો પર આગળ
  • બિહાર ચૂંટણી: પોસ્ટલ બેલેટની ગણતરીમાં તેજસ્વી યાદવ પહેલાં રાઉન્ડમાં 100 વોટથી આગળ 
  • JDU ઓફિસ બહાર સન્નાટો, RJD કાર્યાલય બહાર ભીડ
  • બિહાર રિઝલ્ટ: મહાગઠબંધન 85 સીટો પર આગળ, JDU 55 સીટો પર આગળ

બિહાર ચૂંટણીના રુઝાનમાં એક કલાકમાં બે સરકાર બનતી જોવા મળી રહી છે. સવારે 9 વાગે મહાગઠબંધનનેન120 સીટો મળી ચૂકી હતી અને NDA 90+ સીટ પર હતી. 10 વાગતા વાગતા તસવીર બદલાઈ ગઈ. NDA વધીને 130 પહોંચી ગઈ અને મહાગઠબંધન ઘટીને 101 પર આવી ગઈ છે.

ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. 2015માં 56.66% મતદાન થયું હતું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે.

બિહાર વિધાનસભાની 243 સીટો પર ત્રણ તબક્કામાં પૂરી થયેલ ચૂંટમીના પરિણામ આજે આવવાના છે. રાજ્યમાં મતગણતરી માટે 38 જિલ્લામાં 55 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 55 મતગણતરી કેન્દ્રોમાં 414 હોલ બનાવાવમાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર સવારે 8 કલાકથી મતગણતરીનું કામ શરૂ થશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. ત્યારબાદ ઈવીએએમની મતગણતરી થશે.

બિહારમાં ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થયું હતું. આજે તમામ તબક્કામાં થયેલ મતદાનની મતગણતરી થશે ત્યાર બાદ નક્કી થશે કે આગામી પાંચ વર્ષ સુધી બિહારની સત્તા કોની પાસે રહેશે.

એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો તેજસ્વી એવા પસંદગીના નેતાઓમાં સામેલ થશે કે જેમણે પિતાની જેમ સીએમ પદ સંભાળ્યું છે પરંતુ જો નીતીશકુમાર સરકાર બચાવવામાં સફળ રહેશે તો તેઓ બિહારના સીએમ બનનારા પહેલા નેતા હશે.

આરજેડીના કાર્યકર્તાઓ દ્વારા તેજસ્વી યાદવને તેમના જન્મદિવસે બિહારના ભાવિ સીએમ જાહેર કરી દેવાયા હતા. 10મીએ પરિણામ જાહેર થાય તે પહેલાં જ સોમવારે તેજસ્વીના જન્મદિવસની ઉજવણી કરવા દરમિયાન આરજેડીના કાર્યકર્તાઓ દ્વારા બિહારમાં વિવિધ સ્થળે તેજસ્વીને ભાવિ સીએમ જાહેર કરતા પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે. બીજી તરફ તેજસ્વીએ તમામ કાર્યકર્તાઓને સૂચના આપી છે કે, પરિણામો બાદ અયોગ્ય ઉજવણી કરવી નહીં તથા વિપક્ષોના કાર્યકર્તાઓ કે નેતાઓ સાથે પણ અભદ્ર વર્તન કરવું નહીં. તેમણે અયોગ્ય વિજયી ફાયરિંગ અને આતશબાજી પણ ન કરવાની સૂચના આપી છે.

 133 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર