25% વોટની ગણતરીમાં NDA-મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર

બિહારના રુઝાનમાં NDA બહુમતને પાર થઈ ગઈ છે. જોકે હજી પરિણામ સ્પષ્ટ કહી શકાય એમ નથી કારણકે બપોર સુધી માત્ર 25% વોટની જ ગણતરી થઈ છે. એટલે કે 4.10 કરોડ વોટમાંથી 92 લાખ વોટ જ કાઉન્ટ થયા છે. ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે, 10 નવેમ્બરની સવારે 8 વાગ્યા સુધી મળેલા તમામ પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું કે સરેરાશ 30-35 રાઉન્ડ હોઈ શકે છે. કાયદા મુજબ, આજે સવારે 8 વાગ્યા સુધી પ્રાપ્ત તમામ પોસ્ટલ મતપત્રોની ગણતરી થશે. તેનો અર્થ છે કે મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યા સુધી પ્રાપ્ત પોસ્ટલ મતપત્રોની ગણતરી થશે. તેનાથી સંબંધિત ડેટા રિટર્નિંગ ઓફિસર સ્તર પર ઉપલબ્ધ હશે.

 • બિહાર રિઝલ્ટ: ગયા સીટ પરથી ભાજપના પ્રેમ કુમાર આગળ ચાલી રહ્યા છે. મહાગઠબંધન 28 સીટો પર આગળ, એનડીએ 23 સીટો પર આગળ
 • બિહાર ચૂંટણી: પોસ્ટલ બેલેટની ગણતરીમાં તેજસ્વી યાદવ પહેલાં રાઉન્ડમાં 100 વોટથી આગળ 
 • JDU ઓફિસ બહાર સન્નાટો, RJD કાર્યાલય બહાર ભીડ
 • બિહાર રિઝલ્ટ: મહાગઠબંધન 85 સીટો પર આગળ, JDU 55 સીટો પર આગળ

બિહાર ચૂંટણીના રુઝાનમાં એક કલાકમાં બે સરકાર બનતી જોવા મળી રહી છે. સવારે 9 વાગે મહાગઠબંધનનેન120 સીટો મળી ચૂકી હતી અને NDA 90+ સીટ પર હતી. 10 વાગતા વાગતા તસવીર બદલાઈ ગઈ. NDA વધીને 130 પહોંચી ગઈ અને મહાગઠબંધન ઘટીને 101 પર આવી ગઈ છે.

બિહાર ચૂંટણીના રુઝાનમાં એક કલાકમાં બે સરકાર બનતી જોવા મળી રહી છે. સવારે 9 વાગે મહાગઠબંધનને 120 સીટ મળી ચૂકી હતી અને NDA 90+ સીટ પર હતી. 10 વાગતાં વાગતાં તસવીર બદલાઈ ગઈ. હાલ NDA વધીને 126 પહોંચી ગઈ અને મહાગઠબંધન ઘટીને 106 પર આવી ગઈ છે. માત્ર ભાસ્કરનો જ એક્ઝિટ પોલ સાચો સાબિત થતો દેખાઈ રહ્યો છે, જેમાં અમે જણાવ્યું હતું કે NDAને 120થી 127 સીટ મળી શકે છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આરંભિક તબક્કે તીવ્ર રસાકસી પછી હવે એનડીએની સરસાઈ સતત વધી રહી છે અને મહાગઠબંધન બે આંકડામાં સમેટાઈ રહેલું જણાય છે. પીછેહઠ કરનારા મહારથીઓ પૈકી શત્રુઘ્ન સિંહાનો પુત્ર લવ સિંહા ઉપરાંત દિગ્ગજ નેતા શરદ યાદવની પુત્રી પાછળ ચાલી રહ્યાં છે. લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ પણ હાલ પાછળ છે. પોતાને મુખ્યમંત્રીપદની દાવેદાર ગણાવનાર પુષ્પમ પ્રિયા બંને બેઠક પર પાછળ છે.

ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 7.34 કરોડ મતદાતામાંથી 57.05%એ મતદાન કર્યું. 2015માં 56.66% મતદાન થયું હતું. આ વખતે 3,733 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 3,362 પુરુષ, 370 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડર છે.

રુઝાનો સાથે જોડાયેલાં અપડેટ્સ

 • 2.00 PM: NDA 134 અને મહાગઠબંધન 98. ભાજપ 76, જેડીયુ 52, આરજેડી 61, કોંગ્રેસ 18, લેફ્ટ 19 સીટ પર આગળ છે.
 • 1 PM: NDA 127 અને મહાગઠબંધન 105 સીટ પર આગળ.
 • 12.30 PM: NDA 129 અને મહાગઠબંધન 103 સીટ પર આગળ.
 • 12.00 PM: NDA 129 અને મહાગઠબંધન 100 સીટ પર આગળ.
 • 11.30 AM: વાગે NDA 131 અને મહાગઠબંધન 101 સીટ પર લીડ દેખાઈ રહી છે.
 • 11.00 AM: NDA 130 અને મહાગઠબંધન 97 પર આવી ગઈ છે.
 • 10.30 AM: NDA 125 પર પહોંચી ગઈ અને મહાગઠબંધન 109 પર આવી ગઈ.
 • 10.00 AM: NDA વધીને 119 પર હતી અને મહાગઠબંધન ઘટીને 114 પર આવી ગઈ
 • 09.00 AM: મહાગઠબંધનને 120 સીટ મળી ચૂકી છે અને NDA 90+ સીટ પર હતી.
 • 08.30 AM: રુઝાનોમાં મહાગઠબંધન 60+ અને NDA 40+ પર હતી.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર