બિહારની “ગેમ ઓફ થ્રોન” બની અટપટી અને અજીબોગરીબ..!

બિહારની “ગેમ ઓફ થ્રોન” બની અટપટી અને અજીબોગરીબ..!

સવારે તેજસ્વીની સરકાર બની, બપોરે એનડીએની અને સાંજે…?

દર કલાકે પાસુ બદલાતું રહ્યું-કોની બનશે સરકાર…

મહાગઠબંધન અને એનડીએ વચ્ચે બરાબરીની સ્પર્ધા..

દેશમાં યુપી પછી સૌથી વધુ વસ્તી ધરાવનાર બિહાર રાજ્યની વિધાનસભાની 243 બેઠકો માટેની ચૂંટણીના પરિણામોએ સૌને આશ્ચર્યચકિત કર્યા છે અને રાજકિય પંડિતોને અચંભામાં નાંખ્યા છે. કેમ કે સવારે શરૂ થયેલી મતગણતરીએ તેજસ્વીના મહાગઠબંધનને સત્તાની નજીક પહોંચાડ્યા તો બપોર સુધીમાં એનડીએ-નીતિશકુમાર આગળ નિકળી ગયા અને સમી સાંજ થતાં થતાં બન્ને મહાબલિઓ એકબીજાને બરાબરની ટક્કર આપી રહ્યાં હતા.

સાંજે 8 વાગે ચિત્ર સાફ થશે એમ મનાતુ હતું પરંતુ 8 વાગ્યા સુધીમાં હજુ સવા કરોડ મતો ગણવાના બાકી હતા. બિહારના પરિણામોની સરખામણી અમેરિકામાં હાલમાં જ યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીના વિચિત્ર પરિણામો સાથે થઇ રહી છે. કોઇને સ્પષ્ટ બહુમતિ આ લખાય છે ત્યાં સુધી મળી શકી નથી. બન્ને મહાબલિઓ પતપોતાની સરકાર રચવા માટે આશા રાખી રહ્યાં છે. પટણા અને દિલ્હીમાં પરિણામોને લઇને રાજકિય હલચલ વધી ગઇ છે.

કદાજ પહેલીવાર એવું બન્યું કે પરિણામની વચ્ચે ચૂંટણી પંચના સત્તાવાળાઓને પત્રકાર પરિષદ યોજીને કેટલા મતો ગણાયા અને હજુ કેટલા બાકી છે તેનો ખુલાસો કરવો પડ્યો છે. તો કોંગ્રેસના પૂર્વમંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિએ તો ઇવીએમ ઉપર શંકા રાખવાની કોઇ જરૂર નથી અને પરિણામ બરાબર છે એમ કહ્વું પડ્યું. અલબત્ત તેઓ કેમ વચ્ચે કૂદી પડ્યા તે પણ રાજકિય ચર્ચાનો એક વિષય બન્યો હતો.

બિહારમાં ગેમઓફ થ્રોન એટલે કે સત્તા માટેની રમતમાં તેજસ્વી અને મહાગઠબંધન તથા સીએમ નીતિશ અને ભાજપ-એનડીએ બન્ને સત્તા માટે જરૂરી એટલી 122 બેઠકોની નજીક કટોકટ જઇ રહ્યાં હતા. મોડી રાત સુધી મતગણતરી ચાલે તેમ છે. અને સંભવતઃ કાલે 11મીએ. પરિણામનું ચિત્ર સાફ થાય તેમ અત્યારે રાજકિય પંડિતોને લાગી રહ્યું છે. આ લખાય છે ત્યારે વલણ એટલે કે પરિણામનું ટ્રેન્ડ મુજબ એનડીએને 122 બેઠકો અને મહાગઠબંધનને 113 બેઠકો મળી રહી હતી. જો કે ભાજપના એક નેતાએ એમ કહીને વિવાદ જગાવ્યો છે કે આ ચૂંટણીમાં ભાજપને વધારે મતો મળ્યા હોવાથી સીએમ તરીકે જેડીયુના નીતિશકુમાર નહીં પણ ભાજપના સીએમ બનવા જોઇએ. દર કલાકે પરિણામો રાજકિય પાસુ બદલી રહ્યાં હતા. અને ખરેખર કોની સરકાર બનશે તે નક્કી નથી.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર