September 22, 2020
September 22, 2020

સુશાંત કેસ મામલે બિહાર સરકારે કરી CBI તપાસની ભલામણ

સુશાંતના પિતાએ CM નીતીશ કુમાર સાથે કરી વાત, મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

સુશાંત કેસમાં રોજ નવી નવી વિગતો સામે આવી રહી છે. તો બજી તરફ મહારાષ્ટ્ર પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે અંદરો અંદર મતભેદો પણ જોવા મળી રહ્યા છે. બિહાર પોલીસને આરોપ છે કે મહારાષ્ટ્ર પોલીસ સયોગ નથી આપતી. જ્યારે મહારાષ્ટ્ર પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સુશાંત કેસમાં બિહાર પોલીસનો તપાસ કરવાનો કઇ અધિકાર નથી. ત્યારે આ વચ્ચે બિહારના સીએમ નીતિશ કુમારે CBI તપાસની માગની ભલામણ કરી છે.

CM નીતીશ કુમારે સોમવારની રાત્રે સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ અને બીજેપી ધારાસભ્ય નીરજ બબલૂ સાથે ફોન પર વાત કરી હતી. બંનેની વચ્ચે લગભગ 10 મિનિટ સુધી વાત થઈ, જેમાં નીતીશ કુમારે સુશાંતના મામલે નીરજ બબલૂ પાસેથી સમગ્ર અપડેટ લીધા હતા.

આ દરમિયાન નીરજ બબલૂએ મુખ્યમંત્રીને આ મામલે સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માંગ પણ કરી હતી. મળતી માહિતી મુજબ સીએમ નીતિશ કુમારે ડીજીપી ગુપ્તેશ્વર પાંડેને આદેશ કર્યો છે કે તે સુશાંતના કેસમાં સીબીઆઈ તપાસને લગતી કાર્યવાહી જલદીથી શરૂ કરે. જેથી કેસ સીબીઆઈને સોંપવામાં આવે.

આ બાજુ ભાજપ તરફથી પણ સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી રહી છે. પાર્ટીના રાજ્યસભા સાંસદ વિવેક ઠાકરે ટ્વિટ કર્યું છે કે સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્ર સરકાર કોરોનાની લડાઈ છોડી હવે માત્ર કામમાં વ્યસ્ત છે કે સુશાંત હત્યાકાંડના પુરાવાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે બહુ થઈ ગયું છે. હું વિનંતી કરૂં છું કે બિહારના સીએમ નીતીશ કુમારજીને કે તે સુશાંતના પિતાની ઈચ્છા છે સીબીઆઈત તપાસની તેની ભલામણ કરે.

બિહારમાં વિપક્ષી પાર્ટી HAMના નેતા અને પૂર્વ સીએમ જીતન રામ માંઝીએ પણ મહારાષ્ટ્ર સરકારની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. માંઝીએ પણ સુશાંતના મોતના કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરી છે. માંઝીએ ટ્વિટ કર્યું હતું કે @CMOMaharashtra તમે સુશાંતસિંહ રાજપૂતના મામલાની તપાસ જે પરમવીરસિંહને સોંપી છે તે ખુદ જ કલંકિત છે. તેની સચ્ચાઈ તમે આ રિપોર્ટમાં વાંચી શકો છો. વિનંતી છે કે આ મામલાની તપાસની જવાબદારી @CBIને સોંપવાનો આદેશ આપો.

નોંધનિય છે કે, બિહાર સરકાર CBI તપાસની ભલામણને લઈ મૂડ બનાવી ચૂકી હતી અને લોકોની સતત માંગ હતી કે આ તમામ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસ થાય. આ કેસમાં મંગળવોર ચિરાગ પાસવાને પણ મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે વાત કરી અને CBI તપાસની માંગનું પુનરાવર્તન કર્યું.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર