પ્રચંડ ગરમીના કારણે બિહારના ગયામાં ધારા 144 લાગુ

ભીષણ ગરમી અને લૂની ઝપટમાં આવીને બિહારમાં શનિવારથી અત્યાર સુધી 148 લોકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યના ગયા જિલ્લામાં જ 31 લોકોનાં મોત થયા છે. ગયાની અનુગ્રહ નારાયણ મગત મેડિકલ હોસ્પિટલમાં 31 લોકોનાં મોતની ઘટના પછી લોકો હચમચી ગયા છે. આથી, પ્રચંડ ગરમીને જોતાં જિલ્લા કલેક્ટર દ્વારા ગયામાં ધારા 144 લાગુ કરવામાં આવી છે.

મુજફ્ફરપુરની પાસે આવેલા સમસ્તીપુરમાં આ બીમારીથી અત્યાર સુધી 5 બાળકોના મોત થયા છે તો, મોતિહારીમાં પણ આ બીમારીએ અત્યાર સુધી 5 બાળકોનો જીવ લીધો છે. રાજ્યની રાજધાની પટનાની સૌથી મોટી હોસ્પિટલ PMCHમાં એક બાળકનું એઈએસથી મોત થયું છે. બેગૂસરાયની હોસ્પિટલમાં એક બાળકનું મોત ચમકી તાવના કારણે થયું છે જ્યારે નવાદામાં પણ એક બાળકના મોતનો મામલો સામે આવ્યો છે. તેની ઓફિશિયલ પુષ્ટિ નથી થઈ શકી.

રવિવારે રાજ્યમાં પટના સૌથી ગરમ રહ્યું હતું. અહીંનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહ્યું હતું, જે શનિવારની તુલનામાં 0.8 ડિગ્રી ઓછું રહ્યું હતું. તો બીજી તરફ ગયાનું મહત્તમ તાપમાન 44.4 ભાગલપુરનું 41, મુઝફ્ફરપુરનું 42.6 ડિગ્રી રહ્યું હતું.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર