September 18, 2021
September 18, 2021

બિહાર : JDUના ધારાસભ્ય ટ્રેનમાં અંડરવેરમાં ફરી રહ્યા હતા

મુસાફરોએ ટોક્યા તો ગોપાલ મંડલે ગોળી મારવાની આપી ધમકી

બિહારમાં હંમેશા સત્તા પક્ષ જનતા દળ યુનાઈટેડ(JDU)ના ધારાસભ્ય ગોપાલ મંડળ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. આ વખતે ધારાસભ્ય ગોપાલ મંડલે પટનાથી દિલ્હી જતા સમયે એવી હરકત કરી કે હંગામો મચી ગયો છે. એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમણે એવું કર્યું કે જેનાથી સહયાત્રીઓને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું અને તેમણે તેનો વિરોધ પણ કર્યો હતો. તો સામે ધારાસભ્ય ગોપાલ મંડલે પણ તેમણે ગોળી મારી દેવાની ધમકી આપી દીધી હોવાના સમાચાર મળ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પટનાથી દિલ્હી તેજસ ટ્રેનમાં સફર કરી રહેલા ગોપાલ મંડલ પર આરોપ હતો કે તેઓ અંડરવેર પહેરીને ટ્રેનની બોગીમાં આમથી તેમ ફરી રહ્યા હતા. આ બાબતથી તેમની સાથે મુસાફરી કરી રહેલા લોકોએ આપત્તિ દર્શાવી હતી. તો તેમણે આ સહયાત્રીઓ સાથે ગાળાગાળી કરીને તેમણે ગોળી મારી દેવાની ધમકી આપી દીધી હતી. એક સહયાત્રી પ્રહલાદ પાસવાને આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્ય ગોપાલ મંડલ અન્ડરવેરમાં ફરી રહ્યા હોવાથી તેમણે તેનો વિરોધ કર્યો હતો પરંતુ ત્યાં સુધી તેઓને ખબર ન હતી કે તેઓ ધારાસભ્ય છે.

ગોપાલ મંડલે તેમણે માં-બહેન સામે ગાળો આપી હતી અને મારપીટ પણ કરી હતી. ધારાસભ્ય ગોપાલ મંડલ તેમને ગોળી મારવાની ધમકી આપી હતી જેની તેઓએ બાદમાં આરપીફ ને ફરિયાદ પણ કરી હતી.

રેલ યાત્રી પ્રહલાદ જોશીએ ધારાસભ્ય કરેલી ગાળાગાળીની પગલે નારાજગી વ્યક્ત કરી અને પોલીસ મંથકમાં ફરિયાદ નોંધાવી છે. ટ્રેન યાત્રામાં ધારાસભ્ય ગોપાલ મંડલ પાસે આ મામલે વાત કરવાની કોશિશ કરવામાં આવી પરંતુ તેમના કોઈ સાથીએ ફોન રિસીવ કર્યો અને કહ્યું કે, આરામ કરે છે.

 63 ,  1