બિહાર જળબંબાકાર: ભારે વરસાદના કારણે અનેક લોકો ઘર વિહોણા

વરસાદ આ વખતે દેશમાં ભારે ઉંડું રાજકારણ રમી રહ્યો છે. અમુક રાજ્યો જળસંકટનો સામનો કરી રહ્યા છે તો અમુક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ છે. ખાસ કરીને ઉત્તરભારતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને વરસાદી દૂર્ઘટનાઓ યથાવત રહી છે અને તેમાં ઘણા લોકોના મોત થયા છે.

બિહારના અનેક જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. મોતિહારી, સીતામઢી અને અન્ય 10 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છએ.. ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલ કોલેજ બંધના આદેશ પણ આપવામાં આવ્યા છે. ઉત્તર બિહારની સ્થિતિ પૂરને લીધે સૌથી ખરાબ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ ગઈ છે.

બિહારમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે ગંડક નદીનું જળસ્તર પણ વધ્યું છે. તંત્રએ બિહારમાં હાઈએલર્ટ પણ જાહેર કર્યુ છે.આ સાથે જ 144ની કલમ પણ લાગૂ કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન બિહારમાં પાણીમાં ડૂબી જવા અને છાપરા, વૃક્ષો માથે પડવાને લીધે અલગ અલગ જગ્યાએ દૂર્ઘટનાઓ બની છે અનેક પુલ બેસી ગયા છે અને પરિવહન ઠપ્પ થઈ ગયું છે. સીતામઢી, મુઝફફરપુર રૂટ ઉપર પાણી ભરાઈ ગયા છે અને અત્યારે ટ્રેનસેવા અવરોધાઈ છે.

યુપીના જે જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે જેમાં ઉન્નાવ, આંબેડકરનગર, પ્રયાગરાજ, બારાબંકી, હરદોઈ, લખીમપુર ખીરી, ગોરખપુર, કાનપુરનગર, પીલીભીત, સોનભદ્ર, ચંદૌલી, ફિરોઝાબાદ, મઉ અને સુલ્તાનપુરનો સમાવેશ થાય છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં આ પ્રકારનો વરસાદ યથાવત રહેશે. અનેક વિસ્તારો આંધી-તોફાનની ઝપટે ચડી જાય તેવી પણ સંભાવના છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી