‘બુરે ફંસે’ બિહારી બાબુ લલન કુમાર – હમકા માફી દઇ દો…

6 મહિના સુધી ગામની તમામ મહિલાઓના કપડા ધોવાની સજા

‘ગંગા કસમ અબ નાહી કરૂ કિસી કી છેડખાની…’

મહિલાઓની છેડતીના આરોપીને કોર્ટે છ મહિના સુધી મહિલાઓના કપડા ધોવાની સજા ફટકારી છે. આ કિસ્સો બિહારના મધુબની જિલ્લાના ઝાંઝરપુરનો છે. જ્યાં ટ્રાયલ કોર્ટે છેડતી અને બળાત્કારના પ્રયાસના આરોપીને ગામની તમામ મહિલાઓના કપડા ધોવાની સજા ફટકારી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, આરોપીને આ શરતે જામીન આપવામાં આવી રહ્યા છે કે તે આગામી 6 મહિના સુધી ગામની તમામ મહિલાઓના કપડા ધોશે જેથી, તેના મનમાં મહિલાઓ પ્રત્યે આદર ભાવ જાગે…કોર્ટે આદેશ આપ્યો હતો કે આરોપી ગામની મહિલાઓના કપડા ધોયા બાદ ઇસ્ત્રી પણ કરશે અને ઘરે-ઘરે આપવા પણ જશે..’

બિહારના મધુબની જિલ્લામાં યુવતીઓની છેડતી અને રેપના પ્રયાસ બદલ આરોપીને સ્થાનિક કોર્ટે રસપ્રદ સજા ફટકારી છે. કોર્ટે કહ્યુ હતુ કે, આરોપીને જામીન આપવામાં આવી રહ્યા છે પણ તેની સાથે સાથે કોર્ટની શરત છે કે, આગામી 6 મહિના સુધી ગામની તમામ મહિલાઓના કપડા ધોવા પડશે. જેથી તેના મનમાં મહિલાઓ માટે સન્માન જાગે. સાથે સાથે કપડા ધોયા બાદ તેને ઈસ્ત્રી કરવા પડશે અને ઘરે ઘરે જઈને કપડા પાછા આપવાના રહેશે.

મળતી વિગતો પ્રમાણે કોર્ટે 20 વર્ષીય લલન કુમારને મહિલાઓનુ સન્માન કરવા માટે પણ ટકોર કરી હતી. કોર્ટને ખબર પડી કે, આરોપી ધોબી છે ત્યારે કોર્ટે તેને મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપ્યો હતો.

આ ગામમાં 2000 જેટલી મહિલાઓની વસતી છે. કોર્ટના આદેશ પ્રમાણે હવે આગામી 6 મહિના સુધી આરોપીએ મહિલાઓના કપડા ધોવા પડશે અને તેને ઈસ્ત્રી પણ કરવી પડશે. કોર્ટે કહ્યુ હતુ કે, આરોપી કોર્ટની સજાનુ પાલન કરે છે કે, નહીં તેના પર ગામના સરપંચ કે બીજા કોઈ સરકારી કર્મચારી નજર રાખશે. આરોપીએ જે નજર રાખતા હશે તેવા વ્યક્તિ પાસેથી મફત સેવા કરી છે તેવુ પ્રમાણ પત્ર પણ લેવુ પડશે.

ઉલ્લેખનીય છે કે, લલન કુમારને 19 એપ્રિલે છેડખાની અને રેપના પ્રયાસ બદલ પકડવામાં આવ્યો હતો. લલન પર ગામની મહિલા સાથે જ છેડતીનો આરોપ મુકવામાં આવ્યો હતો.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી