બિહાર: નવાદામાં વીજળી પડવાથી 9 લોકોના મોત, 13 ઈજાગ્રસ્ત

બિહારના નવાદા જિલ્લામાં વિજળી પડવાથી 9 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે હાજર 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાણકારી અનુસાર બધા એક ઝાડની નીચે આરામ કરતા હતા તે સમયે આ ઘટના બની છે.

અચાનક મોસમ બદલાતા પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતી અને વાવાઝોડા અને વરસાદના કારણે ત્યાં રહેલા લોકો એક ઝાડ ની છે આવ્યા હતા. એ જ સમયે વીજળી ઝાડ પર પડી હતી જેમાં 9 લોકોના મોત થયા છે અને 13 લોકો ઈજાગ્રસ્ત થાય છે.

જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના કાશીચક વિસ્તારના ધાનપુર ગામની છે. ઘટના બાદ ગામમાં શોકના વાદળો છવાયા હતા. તંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી