NDAએ કરી 39 ઉમેદવારોની જાહેરાત, શત્રુઘ્ન સિન્હાની કપાઇ ટિકિટ

ભાજપ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. ત્યારે બિહારમાં પણ એનડીએ પોતાના 39 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એનડીએની રજૂ કરાયેલી યાદીમાં ભાજપના શત્રુઘ્ન સિન્હા અને શાહનવાજ હુસૈનની ટિકિટ કપાઇ છે, ત્યાં ગિરિરાજ સિંહને બેગૂસરાયથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ખગડિયાની સીટ પર હજુ ઉમેદવારની જાહેરાત થઇ નથી, જે રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીના ખાતામાં છે.

પટના સાહિબથી અત્યાર સુધી સાંસદ રહી ચૂકેલા સિન્હાને પાર્ટીની બગાવતની સજા આપતા ટિકિટ કાપી દીધી છે. જો કે હવે તેમની જગ્યા એ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ સાથે જમુઇથી એલજેપીના ચિરાગ પાસવાને ટિકિટ અપાઇ. જ્યારે પાટલીપુત્રથી રામ કૃપાલ યાદવ, આરાથી રાજ કુમાર સિંહ, બક્સરથી અશ્વિની કુમાર ચૌબે, સાસારમથી છેદી પાસવાન, ઔરંગાબાદથી સુશીલ કુમાર સિંહને ટિકિટ અપાઇ

 111 ,  3