Bihar Phase 3 Polling : અંતિમ તબક્કાની 78 સીટો માટે મતદાન, PM મોદીએ કરી મતદાન કરવાની અપીલ

 લોકતંત્રના આ પર્વમાં ભાગીદાર બનો અને મતદાનનો નવો રેકોર્ડ બનાવો : PM મોદી

બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. ત્રીજા તબક્કામાં કુલ 15 જિલ્લાના 78 બેઠકો આજે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ મતદાન પ્રક્રિયામાં 2.35 કરોડ મતદાતા સહિત પુરૂષ-1.23 કરોડ અને 1.12 કરોડ મહિલા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અંતિમ તબક્કાની ચૂંટણીમાં કુલ 1204 ઉમેદવારોમાં પુરૂષ-1094 અને મહિલા -110 ઉમેદવારોનુ ભાવિ આજે નક્કી થઇ જશે. સંવેદનશીલ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.. આ મતદાન પ્રક્રિયામાં 33,782 મતદાન કેન્દ્રો પર મતદાન હાથ ધરાશે. પહેલા અને બીજા તબક્કાની ચૂંટણી અગાઉ 28 ઓક્ટોમ્બર અને 3 નવેમ્બરે યોજાઇ હતી. અને 10 નવેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે.

આજે અંતિમ તબક્કામાં વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી ઉપરાંત સરકારના 11 મંત્રી મેદાનમાં છે. જેમાં સુપૌલથી વિજેન્દ્ર પ્રસાદ યાદવ, મહેશ્વરી હજારી, વિનોદ નારાયણ ઝા, ખુર્શીદ અહમદ, પ્રમોદ કુમાર, લક્ષ્મેશ્વર રાય, બીમા ભારતી, કૃષ્ણ કુમાર ઋષિ, નરેન્દ્ર નારાયણ યાદવ, રમેશ ઋષિદેવ, સુરેશ શર્મા સામેલ છે. બિહારની 78 બેઠક માટે આ વખતે 1,204 ઉમેદવાર મેદાનમાં છે.

બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન જે જિલ્લામાં આજે યોજાયું છે તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, વૈશાલી અને સમસ્તીપુર સામેલ છે. અંતિમ તબક્કાના મતદાનમાં મોટાભાગની બેઠક પૂર્વાંચલ અંતર્ગત આવે છે.

બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી આચ.આર. શ્રીનિવાસના જણાવ્યા પ્રમાણે વાલ્મીકિ નગર, રામનગર, સિમરી, બક્તિયારપુર અને મહિષી એટલે કે કુલ ચાર નક્સીલ પ્રભાવિત વિસ્તારમાં મતદાન સાંજે ચાર વાગ્યા સુધી જ થશે. બિહારમાં અંતિમ તબક્કાના મતદાન બાદ મતગણતરી 10મી નવેમ્બરના રોજ યોજાશે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર