‘સોરી મુજે માફ કર દેના…’ બિહારની વિદ્યાર્થીનીએ વડોદરાની હોટલમાં કર્યો આપઘાત

ફોરેન્સિક વિભાગમાં અભ્યાસ કરતી સોનમકુમારી સિંગે હોટલના રૂમમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે

સુસાઈડ નોટમાં લખ્યું છે કે મમ્મી-પપ્પા માફ કરજો. તમે મને ખુશ રાખી છે પણ હું જિંદગીથી કંટાળી ગઈ છું.

વડોદરામાં અદિતિ હોટલમાં ફરી એકવાર આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વડોદરામાં 22 વર્ષની યુવતીએ અદિતિ હોટેમાં ફાંસો લગાવી આત્મહત્યા કરી છે. પારુલ યુનિવર્સિટીના ફોરેન્સિક વિભાગમાં અભ્યાસ કરતી સોનમકુમારી સિંગે હોટલના રૂમમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અદિતિ હોટલના રૂમમાંથી યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં મમ્મી-પપ્પા માફ કરજો, હું જિંદગીથી કંટાળી ગઈ છું… તેવો ઉલ્લેખ કર્યો છે. હાલ સયાજીગંજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર, સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં આજે સવારે બિહારના મુઝફ્ફરપુરની વતની 22 વર્ષીય સોનમ કુમારીએ રૂમ બુક કરાવી ચેક ઇન કર્યું હતું. હોટલના રૂમ નં-202માં ગયા બાદ બપોરના સમયે સોનમને મળવા માટે તેના સગા આવ્યા હતા. જેથી રિસેપ્શન પરથી સોનમના રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. વારંવાર ફોન કરવા છતાં કોઇ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ સોનમના મોબાઇલ પર પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમ છતા કોઇ જવાબ મળ્યો ન હતો. જેથી હોટલના મેનેજર અને લેડીઝ સ્ટાફ રૂમની માસ્ટર કી લઇ પહોંચ્યા હતા.

હોટલના રૂમ પાસે પહોંચતા ટીવીનો જોર જોરથી અવાજ આવી સંભળાઇ રહ્યો હતો. જેથી રૂમનો દરવાજો માસ્ટર કી વડે ખોલતા સોનમ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. બનાવને પગલે હોટલના સ્ટાફ દ્વારા તાત્કાલીક આ મામલે પોલીસ કંટ્રોલરમૂને દાણ કરી હતી. જેથી સયાજીગંજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં રૂમમાં તપાસ કરતા 22 વર્ષીય યુવતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સયાજીગંજ પીઆઈ એસ જી સોલંકીએ જણાવ્યું હતું કે, પારુલ યુનિવર્સિટીની ફોરેન્સિક સાયન્સની ફર્સ્ટ યરની સ્ટુડન્ટ સવારે જ હોસ્ટેલથી હોટલમાં આવી હતી. અહીં હોટલમાં તેણે રાત્રે પોતાના વતનની ટ્રેન પકડીને જવાની હોવાનું કહીને રોકાઈ હતી. જો કે તેના સંબંધીએ આવીને તેનો સંપર્ક કરતા ફોન ન ઉપાડતાં હોટલ સ્ટાફે રૂમ ખોલતાં તે મૃત હાલતમાં મળી હતી. તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી છે જેમાં તેણે લખ્યું છે કે મમ્મી-પપ્પા માફ કરજો. તમે મને ખુશ રાખી છે પણ હું જિંદગીથી કંટાળી ગઈ છું.

 95 ,  1