September 22, 2020
September 22, 2020

બિહાર વિધાનસભા ચૂંટણીને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, કહ્યુ – કોરોનાને કારણે ટાળી નહીં શકાય

બિહાર વિધાનસભાની ચૂંટણીને રદ કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

બિહાર વિધાનસભાની ચૂંટણીને કોરોના મહામારીને લઇ ટાળવા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું, કોરોનાના કારણે એક રાજ્યની ચૂંટણી ટાળી નહીં શકાય. અવિનાશ ઠાકુર નામના અરજીકર્તાએ કહ્યું હતું કે, કોરોના અને પૂરને ધ્યાનમાં રાખતા હાલમાં બિહારમાં ચૂંટણી કરાવવાની સ્થિતિમાં નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણીનો નોટિફિકેશન બહાર પડ્યા પહેલા દાખલ કરવામાં આવેલ આ અરજીને સાંભળવાની ના પાડી દીધી.

નોંધનીય છે કે, ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બિહારમાં કોરના કેસની સાથે જ પૂરનું જોખમ પણ છે. જેથી વિધાનસભા ચૂંટણી રોકવામાં આવે. જ્યારે સુપ્રીમ કોર્ટે બિહાર વિધાનસભા ચૂંટણીને લીલી ઝંડી આપતા કહ્યું કે, કોરોના કોઈપણ સ્થિતિમાં વિધાનસભા ચૂંટણી રોકવા માટે મોટું કારણ ન હોઈ શકે.

થોડા સમય પહેલાં જ ચૂંટણી પંચે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી સમયસર થશે. રાજ્યન ચૂંટણી અધિકારીઓને આ અંગે તાકીદ કરી દેવામાં આવી હતી એમ પણ પંચે જાહેર કર્યું હતું. આ વર્ષની આખરમાં બિહાર વિધાનસભાની મુદત પૂરી થાય છે.

 38 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર