બિહારમાં 94 બેઠક પર મતદાન, નીતિશ-તેજસ્વીએ મતદાન કર્યું

બિહારના 17 જિલ્લાની 94 સીટો પર મતદાન, તેજસ્વી-તેજપ્રતાપના ભાગ્યનો થશે નિર્ણય

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 17 જિલ્લાઓની 94 વિધાનસભા બેઠકો પર આજે મતદાન છે. આ તબક્કામાં બે કરોડ 86 લાખથી વધુ મતદારો ચૂંટણી મૈદાનમાં ઉતરેલા 1463 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 17 જિલ્લાઓની 94 વિધાનસભા બેઠકો પર આજે મતદાન શરુ થયુ છે. આ તબક્કામાં બે કરોડ 86 લાખથી વધુ મતદારો ચૂંટણી મૈદાનમાં ઉતરેલા 1463 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

94 સીટો પર થઈ રહેલ આ મતદાનમાં ચાર જિલ્લાઓની આઠ સીટો પર સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ મતદાન થઈ શકશે. અન્ય 86 સીટોં પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. સાંજે 4 વાગ્યે જ્યાં મતદાન પુર્ણ થશે એ સીટોંમાં મુઝફ્ફરપુરની મીનાપુર અને પારુ સીટ, દરભંગાની કુશ્શ્વરસ્થા અને ગૌડાબૌરામ, ખગડિયાની અલૌલી અને બેલદાર, વૈશાલી જિલ્લાની રાઘોપુર સીટનો સમાવેશ થાય છે.

આ તબક્કામાં 3,548 બુથો પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરાઈ છે. આ તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોની સંખ્યા 20,240 છે. આ તબક્કામાં 94 સીટો પર કુલ 41,362 બુથો છે જેમાં 18,878 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન મુકાયા છે.

ચૂંટણીપંચે જણાવ્યા પ્રમાણે બીજા તબક્કામાં RJD એ 56, LJP એ 52, BJPએ 46, JDUએ 43, BSPએ 33, કોંગ્રેસે 24 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 156 નાના પક્ષોના 623 ઉમેદવારો સાથે 513 અપક્ષ ઉમેદવારો પણ આ તબક્કામાં ચૂંટણી મેદાને છે.

  • ઉપ-મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ વોટ આપ્યા પછી કહ્યું, લોકો ઘરેથી નીકળે અને મતાધિકારનો ઉપયોગ કરે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે અને માસ્ક પહેરે.
  • સમસ્તીપુરની ઉજિયારપુર વિધાનસભાના લોકનાથપુરગંજના બૂથ નંબર 245Aની EVM મોકપોલ દરમિયાન જ ખરાબ નીકળ્યું. સેક્ટર મેજિસ્ટ્રેટને જાણ કરાઈ છે. પછી ટીમે આવીને એને ઠીક કર્યું. 15 મિનિટ મોડું મતદાન શરૂ થયું.
  • દરભંગા શહરીમાં બૂથ નંબર 89, ગોપાલગંજમાં બૂથ નંબર 121 અને 136, મુઝફ્ફપુરના ઉર્દુ મધ્ય વિદ્યાલય, બેગુસરાયના બછવાડામાં પણ EVM ખરાબ થવાથી મતદાન શરૂ થવામાં મોડું થયું.
  • મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ, મોટા ભાઈ તેજપ્રતાપ અને માતા રાબડી દેવીએ પટનાના બૂથ-160માં મતદાન કર્યું
  • પટનાના સેન્ટ જોસેફ હાઈસ્કુલમાં સવાર સવારમાં ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ મતદાન કરવા માટે પહોંચ્યા, તેમણે તાત્કાલિક વોટ પણ આપ્યો, પણ ત્યાં હાજર અન્ય લોકો તેમને મળેલી VIP ટ્રીટમેન્ટથી નારાજ જોવા મળ્યા. લોકોનું કહેવું હતું કે, અમે અડધા કલાકથી લાઈનમાં ઊભા છીએ, પણ એ લોકો આવ્યા અને મત આપીને જતા રહ્યાં. અહીંયા લોકો સવારે લગભગ 6.30 વાગ્યે જ લાઈનમાં ઊભા હતા. આ દરમિયાન લાઈનમાં ઊભેલા એક ડોક્ટરે કહ્યું કે, અમે લોકો ઘણા સમયથી લાઈનમાં ઊભા છીએ, પણ હવે શું થાય, આ જ VIP સિન્ડ્રોમ છે.
  • બેતિયા વિધાનસભાના બૂથ નંબર-61 પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલે મતદાન કર્યું.

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પર બધાની ખાસ નજર છે. ત્રણ તબક્કામાં સૌથી વધુ બેઠકો હોવાના કારણે આજનો રાઉન્ડ વધુ મહત્વનો છે. આરજેડી તરફથી સીએમ પદના ઉમેદવાર તેજસ્વી યાદવ અને તેમના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવ પણ આ તબક્કામાં ચૂંટણીના મેદાનમાં છે. તેજસ્વી યાદવ રાધોપુર જ્યારે તેજ પ્રતાપ યાદવ હસનપુર સીટથી ચૂંટણી લડી રહ્યા છે. 

આ ઉપરાંત બિહાર સરકારના 4 મંત્રી અને શોટગન શત્રુઘ્નના પુત્ર લવ સિન્હાના ભાગ્યનો પણ ફેસલો થશે. બિહાર સરકારના 4 મંત્રીઓમાં  ભાજપના નંદકિશોર યાદવ પટણા સાહિબ બેઠકથી અને રાણા રણધીર સિંહ મધુબન સીટથી ઉમેદવાર છે. જ્યારે નાલંદા સીટથી જેડીયુના શ્રવણકુમાર અને હથુઆ સીટથી રામસેવક સિંહ ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા પહેલીવાર બાંકીપુર સીટથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. 

 52 ,  1