બિહાર : દરભંગા પાર્સલ બ્લાસ્ટ કેસ, બે આતંકીઓની હૈદરાબાદથી ધરપકડ

બ્લાસ્ટ પાછળ આતંકી સંગઠન લશકર-એ-તૈયબાનો હાથ

બિહારના દરભંગામાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં હૈદરાબાદથી આજે બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આતંકીઓ ધરપકડ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઇએએ કરી છે. પુછપરછમાં આતંકીઓએ કહ્યું કે, તે લશકર-એ-તૈયબાના ઇશારે ભારતને ધ્રૂજાવવાનુ કાવતરુ રચી રહ્યાં હતા. 

બિહારના દરભંગામાં રેલવે સ્ટેશન પર 17 જૂને એક વિસ્ફોટ થયો હતો, હાલ આમાં કોઇ ઘાયલ થવાની સૂચના નથી. બતાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એક ટ્રેનના પાર્સલ વેનથી ભંડાર સ્થળ સુધી કપડાંના બંડલ લઇ જતા સમયે થયો હતો. પાર્સલ સિકન્દરાબાદથી ચાલનારી ટ્રેનમાંથી આવ્યુ હતુ, અને વિસ્ફોટ બાદ કપડાંના બંડલમાં આગ લાગી ગઇ હતી. 

દરભંગામાં જે પાર્સલમાં વિસ્ફોટ થયો હતો, તેને હૈદરાબાદથી સુફિયાન નામના શખ્સે મોકલ્યુ હતુ. પોલીસનુ કહેવુ છે કે તે શખ્સ નકલી છે, કેમકે દરભંગામાં આ પાર્સલ સુફિયાન નામના જ વ્યક્તિ માટે મોકલવામાં આવ્યુ હતુ. વળી આની સાથે આપવામા આવેલો નંબર પર બિહાર અને હૈદરાબાદમાં કોઇના નામ પર રજિસ્ટર્ડ નથી મળ્યો. પોલીસ જાણકારી અનુસાર પાર્સલની સાથે આપવામાં આવેલો નંબર ઉત્તર પ્રદેશના શામલીનો છે. 

 22 ,  1