એક જવાન હજુ નક્સલીઓના કબજામાં…!

નક્સલીઓએ કરી જાણ, સરકાર તેને જીવિત છોડાવશે ?

બીજાપુરમાં નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં ગુમ જવાનની માહિતી મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગુમ જવાન નક્સલીઓના કબજામાં છે. નક્સલીઓએ જ મીડિયાને વોટ્સએપ કોલ કરીને જવાન વિશેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, ગુમ થયેલા જવાન તેમની પાસે જ છે અને તેઓ એમને કોઈ નુકસાન નહીં પહોંચાડે. તેઓ સુરક્ષીત છે. કોબરા બટાલિયનના આ જવાનનું નામ રાકેશ્વર સિંહ મનહાસ છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં રહે છે. બીજાપુર એસપી કમલ લોચને આ જવાનનું લોકેશન ના મળતું હોવાની વાત કરી છે.

પરિવારે કહ્યું કે, અમને ન્યૂઝ દ્વારા ખબર પડી કે તેઓ નક્સલવાદીઓના કબજામાં છે. આ સમાચાર બાદ જમ્મુ સ્થિત તેમની મા, પત્ની, બહેન અને પત્નીની સ્થિતિ ખરાબ છે. પત્નીએ કહ્યું કે, શુક્રવારની રાત્રે સાડા નવ વાગ્યે અંતિમવાર મારી વાત થઈ હતી. તેમણે કહ્યું હતુ કે, હું ઑપરેશન પર જઈ રહ્યો છું. મારા માટે ભોજન પેક કરી રહ્યો છું. ઑપરેશન પરથી આવીને શનિવારના વાત કરીશ.

પત્નીએ કહ્યું કે, શનિવારની રાતથી અમે લોકો સતત તેમને ફોન કરી રહ્યા છીએ, પરંતુ કૉલ નથી ઉઠાવી રહ્યા. ત્યારબાદ અમને હુમલાની જાણકારી મળી. ત્યારબાદ અમે લોકોએ કંટ્રોલ રૂમને ફોન કર્યો તો ત્યાંથી જાણકારી મળી કે તેઓ મિસિંગ લિસ્ટમાં છે. ત્યારબાદ સીઆરપીએફના લોકોએ કહ્યું કે, અમે સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છીએ, જેવી અમને કોઈ જાણકારી મળશે. તમને સૂચિત કરીશું. કોબરા જવાન રાજેશ્વર સિંહની પત્નીએ કહ્યું કે, કોઈ જાણકારી અત્યારે સામે નથી આવી રહી. અમે લોકો ફક્ત ટીવી દ્વારા ખબર જોઇ રહ્યા છીએ. તેઓ નક્સલવાદીઓના કબજામાં છે.

તેમણે કહ્યું કે, હું છત્તીસગઢની સરકારથી આ અપીલ કરવા ઇચ્છીશ કે જે પણ નક્સલવાદીઓની ડિમાન્ડ છે, તેને પૂર્ણ કરો અને મારા પતિને છોડાવો. પત્નીએ કહ્યું કે, પહેલા પણ તેઓ ઑપરેશનમાં સામેલ રહ્યા છે, પરંતુ ક્યારેય આવું નથી થયું કે તેઓ ફોન ના ઉઠાવે. પત્નીએ કહ્યું કે, છેલ્લા 5 વર્ષથી સતત તેઓ કોબરા કમાન્ડોમાં ડ્યૂટી કરી રહ્યા છે. તેઓ 4-4 દિવસ સતત ઑપરેશન પર રહ્યા છે. સાથે જ તેઓ અમને એ જાણકારી પણ આપતા રહ્યા છે કે હું ઠીક છું. પત્નીએ કહ્યું કે, સરકાર નક્સલીઓની માંગ પૂર્ણ કરે અને મારા પતિને છોડાવે, કેમકે તેઓ પણ દેશના જવાન છે. મારા સસરા પણ સીઆરપીએફમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. હવે અમે નથી ઇચ્છતા કે અમારા પરિવાર સાથે કોઈ આવી ઘટના બને.

નોંધનિય છે કે, નક્સલી અથડામણ દરમિયાન 23 જવાન શહીદ થયા છે. તેમાંથી 20ના મૃતદેહો મળી શક્યા નહતા. એરફોર્સની મદદથી 20 જવાનોના મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે. એક જવાન ગુમ હતા. બીજાપુરમાં નક્સલી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  એક દિવસની છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા છે. તેઓએ શહીદ જવાનોને જગદલપુરમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. અમિત શાહે કહ્યું કે, આ બલિદાન વ્યર્થ નહી જાય. આ ઘટના બાદ ઓપરેશન વધુ ઝડપી બનશે. નક્સલીઓ સામે આપણો વિજય નિશ્વિત છે.

 67 ,  1