કળિયુગમાં સતયુગની બની ઘટના…રામના વિયોગમાં મંચ પર ‘દશરથે’ ત્યાગા પ્રાણ.. હે રામ…

યુપીમાં રામલીલા વખતે દર્શકોની આંખો પણ અશ્રુભીની થઇ..

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના ગામ હસનપુરમાં રામલીલાનું મંચન થઈ રહ્યુ હતુ. રામલીલામાં દશરથની ભૂમિકા રાજેન્દ્ર સિંહ નિભાવી રહ્યા હતા. રામના વન ગમનનુ દ્રશ્ય હતુ. આ દ્રશ્યમાં રાજા દશરથ ભગવાન રામના વન ગયા બાદ તેમના વિયોગમાં વ્યાકુળ હોય છે. રામના વિયોગમાં દશરથે પ્રાણ ત્યાગી દીધા. દશરથની ભૂમિકા નિભાવી રહેલા રાજેન્દ્ર સિંહે વાસ્તવમાં સ્ટેજ પર જ પ્રાણ ત્યાગી દીધા હતા.

રામના વિયોગમાં દશરથના પ્રાણ ત્યાગ્યા બાદ પડદા પાડી દેવાયા પરંતુ દશરથની ભૂમિકા નિભાવી રહેલા રાજેન્દ્ર સિંહ ઉઠ્યા નહીં. સહયોગી કલાકાર પડદા પડ્યા બાદ પણ ન ઉઠવા પર રાજેન્દ્ર સિંહની પાસે પહોંચ્યા. સહયોગી કલાકારોની પાસે પહોંચ્યા પર આ વાતનો અહેસાસ થયો કે દશરથની ભૂમિકા નિભાવી રહેલા રાજેન્દ્ર સિંહે રામના વન ગયા બાદ તેમના વિયોગમાં મંચ પર જ વાસ્તવમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા.

આ ઘટના છે બિજનોર જિલ્લાના ગામ હસનપુરની જ્યાં 2 ઓક્ટોબરે રામલીલાનુ મંચન થઈ રહ્યુ હતુ. 14 ઓક્ટોબરે રામના વન ગમનના દ્રશ્યનુ મંચન થઈ રહ્યુ હતુ. આ દરમિયાન દશરથની ભૂમિકા નિભાવી રહેલા રાજેન્દ્ર સિંહે અભિનય કરતા-કરતા ભગવાન રામના વિયોગમાં વાસ્તવમાં મંચ પર જ પ્રાણ ત્યાગી દીધા અને નિર્જીવ પડ્યા રહ્યા. 

દ્રશ્યની સમાપ્તિ પર પડદા પાડી દીધા. રાજેન્દ્ર સિંહે ઉઠીને મંચ પરથી જતુ રહેવાનુ હતુ પરંતુ એવુ થયુ નહીં. સાથી કલાકાર રાજેન્દ્ર સિંહને ઉઠાવવા પહોંચેલા તો જાણવા મળ્યુ કે રાજેન્દ્ર સિંહે સાચે જ પોતાના પ્રાણ ત્યાગી દીધા છે. આ ઘટના બાદ રામલીલામાં શોક છવાઈ ગયો. રામલીલા જોવા પહોંચેલા દર્શકોની આંખોમાં પણ આંસૂ આવી ગયા. રાજેન્દ્ર સિંહ છેલ્લા 20 વર્ષથી આ રામલીલામાં રાજા દશરથનો રોલ અદા કરતા ચાલી આવી રહ્યા હતા તેમનો અભિનય એટલો સજીવ હતો કે લોકો ભાવ વિભોર થઈ જતા હતા.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી