September 22, 2020
September 22, 2020

બિકાનેર : સેનાની ગાડીને નડ્યો અકસ્માત, રિતિક રોશન સાથે કામ કરનારા કર્નલ સહિત ત્રણના મોત

ગાય વચ્ચે આવતા ગાડી પલટી, કર્નલ-મેજર સહીત એક જવાનનું કરુણ મોત

રાજસ્થાનના જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર સેનાની ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં બે અધિકારી સહિત ત્રણના મોત નીપજ્યાં છે. હાઇવે પર અચાનક ગાય આવી જતા આ દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટના બિકાનેરથી જયપુર બાજુ કુલ 40 કિલોમીટર દુર જોધા ગામની નજીક બની હતી.

મળતી વિગત મુજબ, બિકાનેરથી જિલ્લાના શ્રીડૂંગરગઢ઼ નજીક હાઇવે પર ગાય આવી જતા સેનાની ગાડી અસંતુલીત થઈને પલટી મારી ગઈ હતા. આ અકસ્માતમાં સેનાની 19 સીખ લાઈટ ઈન્ફેંટ્રીના કર્નલ એમએસ ચૌહાણ અને મેજર નીરજનું મોત નીપજ્યું છે. જ્યારે મેજર નીરજની સાથે એક જવાનનું પણ મોત થયું છે.

દુર્ઘટનામાં સેનાની ગાડીના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. બંને અધિકારીઓને ગંભીર હાલતમાં બીકાનેરની પીબીએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં બે સૈનિકો પણ ઘાયલ થયા છે. માર્ગ અકસ્માતમાં દેશના આ બંને સપૂતોના નિધન બાદ સમગ્ર વિસ્તારમાં નિરાશા જોવા મળી હતી.

પૂર્વ સેના પ્રમુખ વેદ મલિકે આ દુર્ઘટના અંગે ટ્વિટ કરી માહિતી આપી હતી. તેમણે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ રોડ દુર્ઘટનામાં સેનાના અનમોલે જીવ ગુમાવી દીધો છે. હાલ તો દુર્ઘટનાને લઈને સેના તરફથી કોઈ અધિકારીક નિવેદન નથી આવ્યું. જો કે, સોશયલ મીડિયા ઉપર દુર્ઘટનાના ફોટાની સાથે સેનાના અધિકારીઓના મોતના સમાચારો વાઈરલ થઈ રહ્યાં છે.

હાલ સોશિયલ મીડિયા પર કર્નલ એમએસ ચૌહાણનો એક ફોટો ખુબ વાઈરલ થયો છે. જેમાં તેઓ ફિલ્મ અભિનેતાઋત્વિક રોશનની સાથે નજરે આવ્યા હતા. આ ફોટો ત્યારનો છે જ્યારે દેહરાદુનમાં સૈનિક કેમ્પમાં થયેલી શૂટિંગનો ભાગ બન્યાં હતાં.

મળતી માહિતી પ્રમાણે, ઘટનામાં ઘાયલ અને માર્યા ગયેલાં સૈન્ય કર્મી ઉત્તર પ્રદેશ સ્થિત શાહજહાંપૂરમાં તૈનાત હતાં. તમામ એક સૈન્ય અભ્યાસ માટે બીકાનેર તરફ જઇ રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માત બાદ સોનાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ASI શિવકૂમારનાં જણાવ્યાં અનુસાર આ ઘટના શનિવારે સવારે 5.30 વાગ્યે બની હતી. જ્યાં એક ગાયને બચાવવાંનાં પ્રયાસમાં COની ગાડી પલટી ખાઇ ગઇ હતી.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર