બાઈક બોટ કંપનીનું અધધ.. 15000 કરોડનું કૌભાંડ, CBI દાખલ કર્યો કેસ

PNB કરતા પણ મોટું કૌભાંડ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 15,000 કરોડ રૂપિયાના બાઇક બોટ કૌભાંડનો પર્દાફાશ કર્યો જેની તપાસ માટે કેસ પણ દાખલ કર્યો છે. CBIએ ઉત્તર પ્રદેશ સ્થિત બાઈક બોટ કંપનીના ચીફ મેનેજીંગ ડાયરેક્ટર સંજય ભાટી અને 14 અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ લોકો પર આરોપ છે કે તેમણે દેશ ભરમાંથી લાખો લોકો સાથે ફ્રોડ કર્યું છે. આ કંપનીના નામ પર લોકોએ બાઈક ટેક્સીમાં રોકાણ કરવાની ઓફર આપવામાં આવી હતી. 15,000 કરોડનું બાઇક બોટ કૌભાંડ હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સી સાથે સંકળાયેલા પંજાબ નેશનલ બેંકના છેતરપિંડીના કેસ કરતાં પણ મોટું હોવાનું બહાર આવ્યું છે.

સંજયભાટીએ ગર્નિત ઈનોવેટિવ પ્રમોટર્સ લિમિટેડ નામની કંપની બનાવી હતી. ત્યાર પછી બાઈક બોટ નામની સ્કીમની પણ શરૂઆત કરી હતી. તેના અતંર્ગત સંજય ભાટી અને તેના સાથીઓએ રોકાણકારોને 1,3,5 અથવા 7 બાઈકોમાં રોકાણ પછી આકર્ષક રીટર્ન આપવાની ઓફર પણ શરૂ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ બાઈક ટેક્સીની સ્કિમ છે, અને તેમાં રૂપિયા લગાવનાર લોકોને મોટું રિર્ટન મળશે. જોકે એવું કંઈ થયું નહી, અને હજારો કરોડ ડકારીને આરોપીઓ ગાયબ થઈ ગયા. સંજય ભાટી હાલ દેશમાં જ નથી.

આ ઠગબાજી સ્કિમ અંર્તર્ગત લોકોને ઓફર આપવામાં આવી હતી કે તેઓ બાઈક ખરીદવા માટે જે રોકાણ કરશે, તેના બદલામાં તેમને દરેક મહિને રિર્ટન મળશે આ સિવાય અન્ય લોકોને તો ઈંસેટિવ પણ આપવાની વાત કરવામાં આવી હતી. આ સિવાય કંપનીએ દેશના ઘણા શહેરોમાં પોતાની ફ્રેન્ચાઈઝી શરૂ કરવાની પણ વાત કરી હતી. જો કે આ સ્કિમ ક્યારેય પેપર પર આવીજ નહી. અને લોકો સાથે સતત ફ્રોડ થતું જ રહ્યું. આ સ્કીમને 2017માં લોન્ચ કરવામાં આવી હતી.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી