September 23, 2020
September 23, 2020

રાજકોટમાં બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઇ, પોલીસે 31 બાઈક કરી કબ્જે

પોલીસે  4 આરોપીને ઝડપી પાડી 31 બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

રાજકોટ પોલીસે બાઈક ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે ચાર આરોપીઓ પાસેથી 31 બાઈક કબ્જે કરી છે. આરોપીઓ રાત્રીના સમયે અંધારાનો લાભ લઇ હેન્ડલ લોક વગરના વાહનોની ચોરી કરતા હતા. આરોપીઓ વાહનની ચોરી કરીને બાદમાં સુરેન્દ્રનગરના લખતર વિસ્તારમાં નજીવી રમકથી વેંચી નાખતા હતા. જો કે પોલીસે 31 બાઇક સાથે 7 લાખ 92 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર કમિશનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે રાજકોટ સીટી ભક્તિનગર પીઆઇ જે ડી ઝાલાના માર્ગદર્શનથી પોલીસ ટીમે કામગીરી હાથ ધરી હતી. જેમાં ખાનગી રીતે બાતમી મળી હતી કે હિતેશ ઉર્ફે બાડો કારેણા, સંજય મેર, અનિલ વડેખણીયાં, ગોપાલ રોજશરાએ મળી અનેક વાહનચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે અને તમામ વાહનો સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના વજેખણ ગામમાં સંતાડીને રાખ્યા છે. જેથી આરોપી હિતેશ ઉર્ફે બાડા ચમનભાઈ કારેણાને સુરક્ષા કવચ એપમાં સર્ચ કરતા આ વ્યક્તિ હિતેશ ઉર્ફે બાડો બી ડિવિઝન પોલીસ મથકમાં એમસીઆર કાર્ડ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પ્રથમ બે નંબર પ્લેટ વિનાના બુલેટ સાથે ત્રણ શખ્સોને પકડ્યા હતા અને તપાસ કરતા આ બુલેટ ચોરીના હોવાનું સામે આવ્યું હતું.

બાદમાં સરકાર દ્વારા લગાવેલા આઈ વે પ્રોજેક્ટ અંતર્ગતના સીસીટીવીમાં આરોપીઓની મુવમેન્ટ ચેક કરતા આરોપીઓએ વધુ વાહનો ચોર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે આગવી ઢબે આરોપીઓની પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓએ અને અન્ય એક ગોપાલ રોજાસરા નામના શખ્શ દ્વારા 31 વાહનો ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જે ચોરી કરેલા વાહનો પૈકી 9 મોટરસાયકલ મોરબી જકાતનાકા પાસે આવેલા સ્મશાન નજીકની અવાવરૂ જગ્યાએથી જપ્ત કર્યા હતા. જયારે અન્ય 18 વાહન અને બે એન્જીન સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વજેખણ ગામેથી જપ્ત કર્યા હતા.

હાલ આ મામલે પોલસે ચારેય આરોપીઓ સાથે આશરે આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 103 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર