સાબરકાંઠા : બાઈક ચોર બાજ ગેંગ LCBના સકંજામાં, 52 જેટલા બાઈકની ચોરીની કબૂલાત

રાજસ્થાન અને ગુજરાતમાંથી 52 જેટલી મોટર સાઈકલની કરી ચોરી

સાબરકાંઠા એલસીબીએ બાજ ગેંગના ચાર સાગરિતોને ઝડપી આંતરરાજ્ય તથા જીલ્લાઓમાં અંજામ આપેલ બાઈક ચોરીના 52 જેટલા ગુન્હાઓનો ભેદ ઉકેલી 13.72 લાખનો મુદ્દામાલ રીકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જીલ્લામાં વાહન ચોરીના ગુન્હાઓ વધી રહ્યા હતા ત્યારે સાબરકાંઠા પોલીસ સતર્ક બનીને ગુન્હાઓ ઉકેલવા માટે વિવિધ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરુ કરી હતી ત્યારે હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા રાજસ્થાનની મોટર સાઈકલ ચોરી કરતી બાજ ગેંગનો મુખ્ય સુત્રધાર  શકીલખાન શેખ તેના સાગરિતો ગોગારામ, નરેશ મેઘવાલ, રમેશકુમાર નાગોતર સાથે બે નંબર પ્લેટ વગરની મોટર સાયકલો લઈને અન્ય મોટર સાઈકલો ચોરી કરવાના ઈરાદે નિકળેલ છે અને ઈડરથી હિંમતનગર તરફ આવી રહેલ હતો ત્યારે વક્તાપુરની સીમમાં કોર્ડન કરીને ઝડપી પુછપરછ હાથ ધરી અને અટકાયત કરી હતી.

પોલીસે ઝડપેલ આરોપીઓ આરોપીઓએ રાજસ્થાન અને ગુજરાતમાંથી 52 જેટલી મોટર સાઈકલ ચોરી કરેલ છે તેવુ કબુલ કરેલ હતુ જેમાં સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ઉદયપુર, નાથદ્રારા, પીંડવાડા, સ્વરુપગંજ, રોહીડા, અંબામાતા વગેરે વિસ્તારોમાંથી છેલ્લા કેટલાય સમયથી 52 મોટર સાઈકલોની ચોરી કરેલાની કબુલાત કરેલ અને પોતે પોતાની આ ગેંગનુ નામ બાજ ગેંગ રાખેલાનો ખુલાસો કરેલ હતો. આમ તો પોલીસે હાલ તો 4 આરોપીઓ ઝડપીને 52 મોટર સાઈકલો સહિત 13,70,000 નો મુદ્દામાલ રીકવર કરેલ છે. અલગ અલગ જગ્યાએ જઈ એક બીજાના સંપર્કમાં રહી વિવિધ જેવી કે બજાર, મોલ, મંદિરોનો પાર્કિગમાંથી રેકી કરી હીરો હોન્ડા કંપનીના બાઈકોનુ લોક તોડી ચોરી કરી રાજસ્થાનમાં ગ્રાહકને સસ્તા ભાવે વેચવા માટે ચોરીઓ કરતા હતા.

હાલ તો સાબરકાંઠા પોલીસે 52 બાઈક સાથે 4 આરોપીઓની અટકાયત કરી છે તો હજુ પણ 4 આરોપીઓ ઝડપવાના બાકી છે અને આ ઉપરાંત અન્ય જગ્યાઓ બાઈક ચોરી કરેલ છે કે કેમ તેની ફણ પુછપરછ હાથ ધરી છે.

આરોપીઓ

  • શકીલખાન રફીકખાન શેખ, રહે કોટડાછાવણી રાજસ્થાન
  • નરેશ નાથુભાઈ શંકરભાઈ મેઘવાલ રહે છીપાલા, રાજસ્થાન
  • ગોગારામ પનીયારામ બુંબડીયા રહે કુકાવાસ રાજસ્થાન
  • રમેશકુમાર બતીયાભાઈ જુમાભાઈ નાગોતર,  પલી સુબરી રાજસ્થા

રીપોર્ટ – વિમલ પટેલ

 99 ,  1