100 કરોડ રસીકરણના રેકોર્ડ પર ફીદા થઈ ગયા બિલ ગેટ્સ

વડાપ્રધાન મોદી અને આરોગ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા

ભારતે માત્ર નવ મહિનાના ટૂંકા ગાળામાં માત્ર કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝ લોકોને આપીને ભારતે ઈતિહાસ સર્જયો છે ત્યારે દુનિયાના સૌથી ધનિક લોકોમાં સ્થાન પામતા અને માઈક્રોસોફટના સ્થાપક બિલ ગેટસ પણ ભારતની સિધ્ધિ જોઈને દંગ થઈ ગયા છે. નોંધનીય છે કે, દેશમાં 16 જાન્યુઆરીથી રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન શરૂ થયું હતું.

WHOના વડા પછી, હવે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કોરોના રસીના 100 કરોડ ડોઝ માટે ભારતની પ્રશંસા કરી છે. બિલ ગેટ્સે કહ્યું કે, આ ભારતના લાખો આરોગ્ય કર્મચારીઓના પ્રયત્નોનો પુરાવો છે. બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને 100 કરોડ રસીકરણ માટે અભિનંદન આપ્યા છે.

બિલ ગેટસે એક અંગ્રેજી અખબારમાં ભારતની સફળતાના ભરપૂર વખાણ કરતા કહ્યુ છે કે, દુનિયાના બાકી દેશોએ પણ ભારતના અનુભવમાંથી શીખવાની જરૂર છે. 31.ડિસેમ્બર સુધીમાં ભારતના તમામ પુખ્ત વયના વ્યક્તિઓને વેક્સીનેટ કરવાના પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં શાનદાર પ્રતિક્રિયા મળી છે. આ દુનિયાનુ સૌથી મોટુ અને સૌથી ઝડપી રસીકરણ અભિયાન છે. ભારતની 75 ટકા પુખ્ત વયની વસતીને પહેલો ડોઝ અને 31 ટકાને બે ડોઝ મળ્યા છે. જેમાં 48 ટકા મહિલાઓ છે. ભારતની વસતી અને તેનુ કદ જોતા આ સિધ્ધિ વધારે મહત્વની બને છે. દુનિયાના બાકી દેશો ભારતમાંથી શીખી શકે છે.

તેમણે આગળ લખ્યુ છે કે, ભારતે મોટા પાયે સંખ્યાબંધ રસીકરણ અભિયાનોને અગાઉ પાર પાડી ચુકયુ છે અને તેનો લાભ પણ તેને મળ્યો છે. ભારત દર વર્ષે 2.7 કરોડ નવજાત બાળકોને જરૂરી રસી આપે છે. દર વર્ષે એક થી પાંચ વર્ષના દસ કરોડ બાળકોને બૂસ્ટર ડોઝ આપે છે. ભારત પાસે 27000 કોલ્ડ ચેનની સુવિધા છે. 23 લાખ કાર્યકરોની વિશાળ સેના છે. જેમણે લાખો ડોકટરો અને નર્સો પાસેથી તાલીમ લીધેલી છે. ભારતને તેના આગળના અનુભવ અને રસીકરણના માળખાનો ફાયદો મળી રહ્યો છે.

બિલ ગેટસે કહ્યુ હતુ કે,ભારતીય વેક્સીનોએ આ પહેલા દુનિયાભરમાં ન્યૂમોનિયા અને્ ડાયેરિયા જેવી બીમારીઓથી લાખો લોકોને બચાવ્યા છે. મને ગર્વ છે કે, મારા ફાઉન્ડેશને પણ વેક્સીનને લોકો સુધી પહોંચાડવા માટે ભારત સરકાર સાથે મળીને કામગીરી કરી છે. તેમણે CoWIN પ્લેટફોર્મના પણ વખાણ કરીને કહ્યુ છે કે, ભારતે પોતાની આઈટીની ક્ષમતાને પણ સારી રીતે રસીકરણ માટે ઉપયોગમાં લીધી છે. કોવિનના કારણે ભારતમાં વેક્સીન માટે એપોઈન્ટમેન્ટ સ્લોટ ગોઠવાય છે અને તેના પરથી સર્ટિફિકેટ પણ મળી રહ્યુ છે. જેને ક્યારે પણ વેરિફાઈ કરી શકાય છે. વેક્સીન ટ્રેન્ડની પણ જાણકારી મળી રહી છે. આ પ્રકારનુ પ્લેટફોર્મ દુનિયાના બાકી દેશોએ પોતાને ત્યાં લાગુ કરવુ જોઈએ. સાથે સાથે લોકોની ભાગીદારી પણ ભારતના રસીકરણ કાર્યક્રમની સફળતામાં મોટો ભાગ ભજવી ચુકી છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી