બોલિવુડમાં રાજનેતાઓના જીવન પર ફિલ્મ બનાવવાનો માનો એક ક્રેઝ શરૂ થઈ ગયો છે. ડો. મનમોહન સિંહ, બાલ ઠાકરે, એનટી રામારાવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અભિનેત્રી અને નેતા જયલલિતા બાદ હવે દેશમાં દલિત રાજનીતિને તાકત બનાવનાર માયાવતીના જીવન પર ફિલ્મ બનવા જઇ રહી છે.
રિપોર્ટ મુજબ આ ફિલ્મને સુભાષ કપૂર ડાયરેક્ટ કરી રહ્યા છે. જ્યારે માયાવતીની બાયપિક માટે બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલનને કાસ્ટ કરવામાં આવી શકે છે. જોકે આ વિશે જ્યારે સુભાષ કપૂરને પૂછવામાં આવ્યું તો તેમને પોતાની ભૂમિકાના સમાચારોને ફગાવ્યા છે. હાલ વિદ્યા બાલન હાલ એક વેબ સિરીઝમાં કામ કરી રહી છે જેમાં તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ ભજવી રહી છે.
આપને જણાવી દઇએ, માયાવતી છેલ્લા અઢી દાયકાથી ભારતીય રાજનીતિમાં છે. તેમને અલગ-અલગ ટર્મમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે. રાજનીતિના સફર દરમિયાન તેમના પણ કેટલાક વિવાદ અને આરોપ પણ લાગ્યા છે.
જોકે હવે આ જોવા જેવું છે કે ભવિષ્યમાં જો માયાવતીની બાયોપિક બનશે તો તેમાં તેમના જીવનની કઈ-કઈ ઘટનાઓને દર્શાવવામાં આવશે.
126 , 3