એક જ ચિતામાં બિપિન-મધુલિકા રાવત પંચમહાભૂતમાં વિલીન

જનરલ રાવતને પુત્રીએ આપ્યો મુખાગ્નિ

દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત હવે યાદોમાં અમર રહેશે, દિલ્હીમાં આજે આર્મી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. દેશ માટે 43 વર્ષ ખપાવી દેનાર આ મહાન સૈનિકનાં સન્માનમાં તેમના અંતિમ સંસ્કારમાં 17 તોપોની સલામી આપવામાં આવી હતી. અંતિમ સંસ્કારમાં 800 જવાનો હાજર રહ્યા હતા અને સલામી આપી હતી.

જ્યારે CDS રાવતની અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે દિલ્હીમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આખી અંતિમ યાત્રામાં હજારો યુવાનો પોતાના હાથોમાં તીરંગાઓ લઈને દોડતા રહ્યા.  CDS બિપિન રાવતની અંતિમયાત્રામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. લોકો ત્રિરંગા સાથે દોડતા નજરે ચડયા હતા.

આ ઉપરાંત કેટલાક લોકોએ અંતિમયાત્રામાં નારા લગાવ્યા, ‘જબ તક સૂરજ ચાંદ રહેગા બિપિનજીકા નામ રહેગા’ આખા દેશના લોકોએ દેશના વિરોને અંતિમ અંજલિ આપી હતી. આજે આખો આજે ભાવુક થઈ ગયો હતો.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી