September 18, 2021
September 18, 2021

Birthday Special: કબીર સિંહની અભિનેત્રીનો આજે જન્મ દિવસ

સલમાન ખાનના કહેવા પર કિયારાએ બદલ્યું પોતાનું નામ, જાણો સાચું નામ

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની કબીર સિંહ ફિલ્મ સુપર હિટ રહ્યા પછી ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. આજે કિયારા અડવાણીનો જન્મદિવસ છે. તમને કિયારા વિશે આજે કેટલીવ ખાસ વાતો જણાવીશું. તમને જણાવી દઈએ કે કિયારાએ પ્રારંભિક અભ્યાસ મુંબઈથી કર્યો હતો. એટલું જ નહીં, અભિનેત્રીએ અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાંથી અભિનયનું જ્ઞાન મેળવ્યું. આજે કિયારાના જન્મદિવસે ચાલો જાણીએ કેટલીક અજાણી વાતો.

કિયારાના કરિયરની શરૂઆત

ઘણીવાર સૌને લાગે છે કે કિયારાએ એમએસ ધોનીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ વર્ષ 2014 માં ફિલ્મ ‘ફગલી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મને પણ વધારે સફળતા મળી ન હતી અને ન તો કિયારાને ખ્યાતિ મળી હતી.

કોના કહેવાથી નામ બદલ્યું?

અભિનેત્રીનું સાચું નામ કિયારા નથી, હા અભિનેત્રીએ પોતે ઘણી વખત કહ્યું છે કે ફિલ્મોમાં આવતા પહેલા તેનું નામ આલિયા અડવાણી હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે સલમાન ખાનની સલાહ પર તેણે પોતાનું નામ આલિયાથી બદલીને કિયારા કર્યું છે. અભિનેત્રીએ તેનું નામ બદલ્યું કારણ કે આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ હતી, અને તે પણ ખુબ પ્રખ્યાત હતી.

કેમ રાખ્યું કિયારા નામ

એક ઇન્ટરવ્યુમાં, કિયારાએ કહ્યું હતું કે ફિલ્મ ‘અંજાના અંજાની’ માં પ્રિયંકાના પાત્રનું નામ કિયારા હતું. અભિનેત્રીએ કહ્યું હતું કે તે પ્રિયંકાના આ નામથી ખૂબ પ્રભાવિત થઇ હતી તેથી તેણે આ નામ પોતાના માટે પસંદ કર્યું.

 53 ,  1