September 18, 2021
September 18, 2021

ઈમરાન-મોદી બે વખત આમને-સામને, પણ મોદીએ જોવાનું ટાળ્યું, કહ્યું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય પછી પોતાના બીજા વિદેશ પ્રવાસે અને પ્રથમ વખત બહુપક્ષીય સંમેલનમાં ભાગ લેવા માટે કિર્ગીસ્તાનની રાજધાની પહોંચ્યા છે.

વડાપ્રધાન મોદીએ શુક્રવારે શાંઘાઈ સહયોગ સંમેલન (એસસીઓ)ને સંબોધન કર્યુ. આ દરમિયાન તેઓએ આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં એકજૂથ થવાની વાત પર જોર આપ્યું. મોદીએ કહ્યું કે આતંકનું સમર્થન કરનારાઓને જવાબદાર ગણાવવા જરૂરી છે. તે માટે ભારત એક આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, “આતંકવાદ સામે માનવતાવાદી શક્તીઓએ હાથ મિલાવાની જરૂર છે. વિશ્વમાં આતંકથી મુક્ત સમાજનું નિર્માણ કરવું જરૂરી બની ગયું છે. આતંકવાદને સમર્થન અને આર્થિક સહાયતા આપતા રાષ્ટ્રોને તેના માટે જવાબદાર ઠેરવવા જોઈએ.”

આતંકવાદ વિરૂદ્ધ એકજૂથતા જરૂરી: મોદી

  • મોદીએ કહ્યું, “ગત દિવસોમાં શ્રીલંકાની મુલાકાતે ગયો ત્યારે મને આતંકવાદની ઘટનાનું સ્મરણ થયું. તે આતંક જે ગમે ત્યાં ઊભા થઈને નિર્દોષોના જીવ લઈ લે છે. આ ખતરાથી છુટકારો મેળવવા તમામ માનવતાવાદી તાકાતાઓએ એકજૂથ થવું જરૂરી છે.”
  • “એસસીઓ દેશના પર્યટકો માટે ભારત ટૂંક સમયમાં જ હેલ્પલાઈન જાહેર કરશે. આપણાં માટે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ અફઘાનિસ્તાન મહત્વનું છે. એસસીઓમાં અફઘાનિસ્તાનનો રોડમેપ તૈયાર થયો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 2020માં એસસીઓની અધ્યક્ષતા માટે શુભેચ્છા.”
  • “આતંકવાદના સમર્થન અને નાણાંકીય પ્રદાન કરનારાં દેશોને જવાબદાર ગણાવવા જરૂરી છે. એસસીઓ અધિકારો અંતર્ગત તમામ દેશોને આતંક વિરૂદ્ધ લડાઈમાં સહયોગ આપવો જોઈએ. ભારત આતંકવાદ સામેની લડાઈ લડવા માટે એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આહ્વાન કરે છે.”

 22 ,  1