પ્રાંતિજ: j&Kમાં 370 હટાવાતા BJP અને VHP દ્વારા ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે જમ્મુ કાશ્મીર માં 370ની કલમ અને 35 એ હટાવાતા સાબરકાંઠા જિલ્લાનાના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર કાર્યકરો દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફટાકડા ફોડી ને ઉત્સવ ઉજવ્યો.

આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે સમગ્ર ભારત દેશ ની જનતાએ લોકસભામાં જે જનાદેશ આપ્યો તેનું સન્માન કરતા આજે જમ્મુ કાશ્મીરની કલમ 370 અને 35 એ હટાવવાનો અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો અને નગરપાલિકાના કોર્પોરેટરો તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડીને કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે એકઠાં થયા હતાં.

જેમાં પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, કારોબારી અધ્યક્શ કોકીલાબેન પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી, ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર દિપકભાઇ કડીયા, નગરપાલિકા કોર્પોરેટર દિલીપભાઇ રાવળ સહિત કોર્પોરેટરો ભાજપ કાર્યકરો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક નિર્ણયને વધાયો હતો.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી