ભાજપે 3 લોકસભા, 16 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો કર્યા જાહેર, 30 ઓક્ટોબરે પેટાચૂંટણી

દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મહેશ ગાવિતને આપી ટીકીટ

દેશમાં લોકસભા-વિધાનસભાની વિવિધ કારણોસર ખાલી પડેલ બેઠક પર 30 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે જેને પગલે ભાજપે આજે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ત્રણ લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. દાદરા નગર હવેલી બેઠક પર મહેશ ગાવિતને ભાજપે ટિકિટ આપી છે. આપને જણાવી દઈએ કે, સાંસદ મોહન ડેલકરના નિધન બાદ આ સીટ ખાલી પડી હતી.

આ સાથે ભાજપે વિવિધ રાજ્યોમાં 16 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. આ બેઠકો પર 30 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે.

હકીકતમાં, દેશમાં ખાલી પડેલી ત્રણ લોકસભા અને 30 વિધાનસભા બેઠકો માટે 30 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે. જે રાજ્યોમાં લોકસભાની બેઠકો ખાલી છે તેમાં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, મધ્યપ્રદેશ- ખંડવા અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. આ સાથે 14 રાજ્યોમાં 30 અલગ અલગ વિધાનસભા બેઠકો પર પણ ચૂંટણી યોજાવાની છે.

8 ઓક્ટોબર લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી માટે નામાંકનની છેલ્લી તારીખ છે. તે જ સમયે, 13 ઓક્ટોબર સુધી લોકસભા બેઠકો અને 16 ઓક્ટોબર સુધી વિધાનસભા બેઠકો માટે નામાંકન પરત ખેંચી શકાય છે. 30 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 2 નવેમ્બરે આવશે.

જે ત્રણ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે તેમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં દાદર અને નગર હવેલી, દમણ દીવ, હિમાચલ પ્રદેશની ત્રણ સંસદીય બેઠકો અને મધ્યપ્રદેશની ખંડવા બેઠક છે. આ સિવાય 13 રાજ્યોમાં 30 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ રાજ્યોમાં મધ્યપ્રદેશ, આસામ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સહિત કુલ 13 રાજ્યોનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળમાં ચાર, આસામમાં પાંચ અને મેઘાલય, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, બિહાર અને કર્ણાટકની બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે, જ્યારે મિઝોરમ, તેલંગાણા, નાગાલેન્ડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને હરિયાણામાં એક બેઠક પર પેટા ચૂંટણી થશે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી