ભાજપે પેટાચૂંટણીમાં 7 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યાં, જુઓ કોને મળી ટિકિટ

ભાજપે કોંગ્રેસમાંથી આવેલા 6 ઉમેદવારોને ટિકિટ આપી, લીમડી બેઠકના નામની જાહેરાત બાકી 

ભાજપે પેટાચૂંટણીની 8 બેઠકોમાંથી 7 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. હજુ સુરેન્દ્રનગરની લીંબડી બેઠક માટે ભાજપે નામ જાહેર કર્યું નથી.

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકો માટે ભાજપે ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે.

આ પૈકી ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા ,અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી.

  • અબડાસા – પ્રદ્યુમનસિંહ જાડેજા
  • મોરબી – બ્રિજેશ મેરજા
  • ધારી – જેવી કાકડિયા
  • ગઢડા – આત્મરામ પરમાર
  • કરજણ – અક્ષય પટેલ
  • ડાંગ – વિજય પટેલ
  • કપરાડા – જીતુ ચૌધરી 

3 નવેમ્બરે પેટાચૂંટણી થવાની છે ત્યારે એક બેઠક સિવાય 7 બેઠકના ઉમેદવારના નામ જાહેર કરાયા છે. આ તમામ ઉમેદવારો આવતીકાલે અથવા એક દિવસ બાદ ફોર્મ ભરવા જશે તેવુ સૂત્રોનુ કહેવું છે. જોકે, લીમડી બેઠક પર હજી સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. લીમડી પર કિરીટસિંહ રાણાનુ નામ ચર્ચામાં છે, પરંતુ હજી સુધી કોઈ જાહેરાત આ બેઠક માટે કરાઈ નથી.  

 87 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર