ભાજપે ગુજરાતમાં વધુ 4 ઉમેદવારોના નામની કરી ઘોષણા

ભાજપે રવિવારે ગુજરાતની અન્ય 4 બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા સિવાય આણંદ, પાટણ અને છોટાઉદેપૂર નવા ઉમેદવારો જાહેર કર્યા છે.

જો કે હજુય ગુજરાતની 26માંથી 3 બેઠકો પર ઉમેદવારો જાહેર થયા નથી. ભાજપે અત્યાર સુધી 3 યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી ગુજરાતના વધુ ચાર નામની જાહેરાત કરી છે.

ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવાર…

છોટા ઉદેપુર: ગીતાબેન રાઠવા
પાટણ: ભરતસિંહ ડાભી
આણંદ બેઠક: મિતેષ પટેલ
જૂનાગઢ: રાજેશ ચુડાસમા

 97 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી