ભાજપ પ્રદેશ કારોબારીનું સંપૂર્ણ માળખું જાહેર

બાબુરાવભાઈ ચોર્યાને ડાંગ જિલ્લાના પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિમણૂંક

ધારાસભ્ય વિજયભાઈ પટેલને પ્રદેશ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક

અત્યાર સુધીની સૌથી મોટી 312 સભ્યોની પ્રદેશ કારોબારી જાહેર

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રિત, પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોની યાદી આજ રોજ જાહેર કરવામાં આવી હતી. એમાં ડાંગ જિલ્લાનું ગૌરવ પૂર્વ યશસ્વી પાર્ટી પ્રમુખ, આદિજાતિ ડિરેક્ટર, હાલની સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ મૃદુભાષિ પાર્ટીના કર્મઠ નેતા બાબુરાવભાઈ ચોર્યાને ડાંગ જિલ્લાના પ્રદેશ કારોબારી સભ્ય નીમવામાં આવ્યા છે અને ડાંગ જિલ્લાના લોકલાડીલ ધારાસભ્ય વિજયભાઈ પટેલને પ્રદેશ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક થતા ડાંગની પ્રજા અને પાર્ટી કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાય ગયો છે.

રાજ્યમાં હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઇ છે. જેમાં તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. ત્યારે ફરી એકવાર રાજ્યમાં ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું છે. 17 એપ્રિલના રોજ મોરવા હડફ બેઠકની પેટાચૂંટણી યોજાવવાની છે. જેમાં પાર્ટીએ પંચમહાલ જિલ્લાના ભાજપ ઉપ-પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય એવા નિમિષા સુથારને ફરીથી ટિકિટ આપીને પોતાના ઉમેદવાર જાહેર કરીને ભરોસો મુક્યો છે.

આ બેઠકનું 2મેના રોજ પરિણામ જાહેર થશે. ત્યારબાદ ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત કરી છે. જેમાં ભાજપે તમામ વોર્ડના ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે. ત્યારે મોરવા હડફ પેટા ચૂંટણીના બીજા દિવસે એટલે કે 18 એપ્રિલના રોજ મતદાન યોજાશે જ્યારે 20 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે. આ તમામ તૈયારીઓ વચ્ચે આજરોજ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામની જાહેરાત કરી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજરોજ પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામની જાહેરાત કરી છે. જેમાં 79 પ્રદેશ કારોબારીના સભ્યો જ્યારે પ્રદેશ આમંત્રિત 151 સભ્યો અને વિશેષ આમંત્રિત સભ્યોમાં 53 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તકે જો વાત કરવામાં આવે તો પ્રદેશ કારોબારીમાં આ.કે.જાડેજા, શંભૂનાથ ટુન્ડિયા, અમિત ઠાકર, પૂનમ માડમ, હર્ષ સંઘવી, સંગીતા પાટીલ, ગૌતમ શાહ, ભાનુ બાબરીયા, પૂર્વ મેયર ગૌતમ શાહ, પૂર્વ મેયર બિજલ પટેલ, મહેન્દ્ર મશરૂ, નીતિન ભારદ્વાજ અને મનીષા વકીલ સહિત 79 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રદેશ આમંત્રિતમાં સાંસદ રાજેશ ચુડાસમા, આત્મારામ પરમાર, દેવુસિંહ ચૌહાણ, બળવંતસિંહ રાજપુત, તારાચંદ છેડા, શબ્દશરણ બ્રમ્હભટ્ટ, દર્શના જરદોશ સહિત 151 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વિશેષ આમંત્રિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, પરસોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, સૌરભ પટેલ, આર સી ફળદુ, જીતુ વાઘાણી, મનસુખ માંડવીયા, ગણપત વસાવા સહિતના 53 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 29 ,  1