ભાજપે રાજકોટના ઉમેદવાર કર્યા જાહેર, જુઓ 18 વોર્ડમાં કોને કોને મળી ટિકિટ

રાજકોટ મનપાના 18 વોર્ડના ભાજપના તમામ 72 ઉમેદવારો જાહેર

ગુજરાતમાં ગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ કોર્પોરેશન માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એક વોર્ડમાં બે મહિલા અને બે પુરુષને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે 9 પૂર્વ કોર્પોરેટરોને રિપિટ કર્યા છે. ગત ટર્મમાં ભાજપના 38 કોર્પોરેટરો હતો. જેમાંથી માત્ર 10ને રિપિટ કરાયા છે.

પૂર્વ કોર્પોરેટરો પુષ્કર પટેલ, જૈમિન ઠાકર, ડો. દર્શિતા શાહ, પરેશ પીપળીયા, દેવુબેન જાદવ, નેહલ શુકલ, દેવાંગ માંકડ, રાજુ અઘેરા, નરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપ ડવને ટિકિટ આપવામાં આવી છે.

 • વોર્ડ – 1માં દુર્ગાબા જાડેજા, ભાનુબેન બાબરીયાને ટિકિટ
 • વોર્ડ – 1માં હરિભાઈ ખીમાણીયા, ડૉ.અલ્પેશ મોજરીયા
 • વોર્ડ – 2માં દર્શિતાબેન શાહ, મીતાબેન જાડેજાને ટિકિટ
 • વોર્ડ – 2માં મનીષ રાડિયા, જૈમિન ઠક્કરને ટિકિટ
 • વોર્ડ – 3માં અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાની
 • વોર્ડ – 3માં નરેન્દ્રસિંહ જાડેજા, બાબુ ઉધરેજા
 • વોર્ડ – 4માં કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડિયા
 • વોર્ડ – 4માં પરેશ પીપળીયા, કાળુભાઈ કુંગરસિયા
 • વોર્ડ – 5માં વજીબેન ગોલતર, રસીલાબેન સાકરીયા
 • 5માં દિલીપ લુણાગરિયા, હાર્દિક ગોહિલ
 • વોર્ડ – 6માં દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા
 • વોર્ડ – 6માં પરેશ પીપળીયા, ભાવેશ દેથારિયા
 • વોર્ડ – 7માં નેહલ શુક્લ, વર્ષાબેન પાંધીને ટિકિટ
 • વોર્ડ – 7માં દેવાંગ માંકડ, જયશ્રીબેન ચાવડા
 • વોર્ડ – 8માં ડૉ.દર્શનાબેન પંડ્યા, પ્રતિબેન દોશી
 • વોર્ડ – 8માં અશ્વિન પાંભર, બિપીન બેરાને ટિકિટ
 • વોર્ડ – 9માં દક્ષાબેન વાસાણી, આશાબેન ઉપાધ્યાય
 • વોર્ડ – 9માં પુષ્કર પટેલ, જીતુ કાટોડિયાને ટિકિટ
 • વોર્ડ – 10માં જ્યોત્સનાબેન ટીલાળા, રાજેશ્વરીબેન ડોડીયા
 • વોર્ડ – 10માં ચેતન સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા
 • 11માં ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ
 • વોર્ડ – 11માં વિનુ સોરઠીયા, રંજિત સાગઠીયાને ટિકિટ
 • વોર્ડ – 12માં અસ્મિતાબેન દેલવાડીયા, મિતલબેન લાઠીયા
 • વોર્ડ – 12માં પ્રદીપ ડવ, મગનભાઈ સોરઠીયાને ટિકિટ
 • વોર્ડ – 13માં જયાબેન ડાંગર, સોનલબેન સેલારા
 • વોર્ડ – 13માં નીતિન રામાણી, સુરેન્દ્રસિંહ વાળા
 • વોર્ડ – 14માં ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા
 • વોર્ડ – 14માં નિલેશ જુલુ, કેતન ઠુંમરને ટિકિટ
 • વોર્ડ – 15માં ડૉ.મેઘાવીબેન સિંધવ, ગીતાબેન પારધી
 • વોર્ડ – 15માં વિનુ કુમારખાણીયા, વરજાંગ હુમલ
 • વોર્ડ – 16માં કંચનબેન સિધ્ધપુરા, રૂચિતાબેન જોશીને ટિકીટ
 • વોર્ડ – 16માં સુરેશભાઈ વસોયા, નરેન્દ્રભાઈ ડવને ટિકીટ
 • વોર્ડ – 17માં અનિતા ગોસ્વામી, કિર્તીબા રાણાને ટિકીટ
 • વોર્ડ નં 17માં વિનુભાઈ ઘવા, રવજીભાઈ મકવાણાને ટિકીટ
 • વોર્ડ નં 18માં દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણાને ટિકીટ
 • વોર્ડ નં 18માં સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરાને ટિકીટ

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર