ભારતીયોને ‘વાનર’ કહી એક નવા વિવાદમાં ફસાયા પિત્રોડા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિકટ ગણાતા સામ પિત્રોડા વધુ એક વિવાદાસ્પાદ નિવેદનના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. પિત્રોડાએ કથિત રીતે ભારતીયોના મોબાઇલ ફોન ઉપયોગ કરવાને લઈ વિવાદિત ટિપ્પણી કરી છે.

સામ પિત્રોડાએ કહ્યું કે, ભારતીય કનેક્ટિવિટીનો ઉપયોગ યોગ્ય રીતે કરતા નથી. પરંતુ તમે જાણો છો કે, આજે વિશ્વમાં એક નવું રમકડું આવ્યું છે. અચાનક કપિરાજના હાથમાં એક નવું રમકડું આપી દેવામાં આવે છે. તો તે તેની સાથે ખિલવાડ કરે છે. તે એ નથી જાણતા કે આનું શું કરવું જોઈએ ?

સામા પાત્રાએ મોબાઇલ ફોન ઉપયોગ કરનારાઓને ‘વાંદરાના હાથમાં નવું રમકડું’ ગણાવ્યું. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ તેમના આ નિવેદનની ઘણી ટીકા થઈ રહી છે.

તો બીજી તરફ રેલ મંત્રી પીયૂષ ગોયલે પિત્રોડાની આ ટિપ્પણીની ટીકા કરી છે. ગોયલે રાહુલ ગાંધી તરફ ઈશારો કરતાં કહ્યું કે, જો ગુરુ આવું વિચારે છે, તો તેમના શિષ્ય પણ તેમની પગદંડી પર ચાલશે. શું કોઈ એવું ઈચ્છે કે વંશવાદ આપણી પર શાસન કરે? ગોયલે કહ્યું કે પિત્રોડાએ ભારતીયોને ‘વાંદરા’ કહીને તેમનું અપમાન કર્યું છે.

 40 ,  3