BJPનું સભ્યપદ સ્વીકારી શકે છે નીરજ શેખર, અમિત શાહ સાથે કરી મુલાકાત

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર અને બહુજન સમાજ પાર્ટીથી મળેલા ધોખા બાદ સમાજવાદી પાર્ટી હજુ ઉભરી શકી નથી કે બલિયાથી સાંસદ નીરજ શેખરે રાજ્યસભા અને સપામાંથી રાજીનામું આપી અખિલેશ યાદવની પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે નીરજ શેખર ભાજપમાં જોડાઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીને રાજીનામું આપી ચુકેલા સાંસદ નીરજ શેખર સોમવાર મોડી રાત્રે અમિત શાહ, મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ, સાંસદ નિશિકાંત દૂબે અને અનિલ બલૂની સાથે મુલાકાત કરી હતી. અમિત શાહની બેઠક બાદ નીરજ શેખરનો ભાજપમાં સામેલ થવાનો સ્પષ્ટ થઇ ગયો છે અને આ અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે, 16 જુલાઇ મંગળવારે તેઓ ભાજપનું સભ્યપદ સ્વિકારી શકે છે.

તમને જણાવી દઇએ કે, પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ અને સપા પ્રમુખ અખિલેશ યાદવની વચ્ચે તાજેતરમાં લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય ખટાસ આવી ગઇ હતી. રાજ્યસભાના સભાપતિ એમ. વૈન્કૈયા નાયડૂએ સોમવારે નીરજ શેખરનું રાજીનામું મંજૂર કરી લીધુ છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી