રામપુરની ધરતી પર ‘સીતા’ માતાએ આંસુ સાર્યા…

રામપુરથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી જયા પ્રદાનું દુ:ખ ચૂંટણી પ્રચાર દરમિયાન છલકાયું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જયા પ્રદાએ એક જાહેરસભામાં રામપુરની જૂની યાદોને વાગોડી હતી. આ દરમિયાન તે અચાનક ભાવુક થઈને રડવા લાગી હતી. અને નામ લીધા વગર અપ્રત્યક્ષ રીતે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર પ્રહાર કર્યા હતા.

જયા પ્રદાએ કહ્યું હતું કે, “હું રામપુર છોડવા માંગતી ન હતી પરંતુ મજબૂરીમાં છોડીને ગઈ હતી. હું સક્રિય રાજનીતિમાં એ માટે ન આવી કારણ કે મારા પર એસિડથી હુમલો કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. મારા પર હુમલો થયો હતો. આજે હું ખુશ છું કે આખી ભારતીય જનતા પાર્ટી મારી સાથે છે.”

નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીમાં એક બીજાની સાથે રહેલા આઝમ ખાન અને જયા પ્રદા હવે એક બીજા વિરુદ્ધ રામપુરથી ચૂંટણી લડી રહ્યા છે. બંને વચ્ચેની ટક્કર જોરદાર રહેશે.

 28 ,  3