September 26, 2022
September 26, 2022

દહેગામ ન.પા: પેટા ચુંટણીમાં ભાજપના મહિલા ઉમેદવારનો ભવ્ય વિજય

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર ૭ ની પેટા ચુંટણીમા ભાજપના મહિલા ઉમેદવારનો વિજય થયો છે. 7 જુલાઈને રવિવારના રોજ નગરપાલિકા વોર્ડની પેટા ચુંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં કુલ 72.24 ટકા મતદાન થવા પામ્યું હતું. કુલ ૩૮૧૯ મતદારો પૈકી ૨૭૫૯ મતદરોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જો કે આજે પરિણામ જાહેર થતા ભાજપના ઉમેદવાર કીંજલબેન સંજયકુમાર ચૌહાણનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર વીનાબેન ગુલાબસિંહ ચૌહાણનો પરાજય થયો છે.

આ ચુંટણી ખુબ જ રસાકસી સાથે યોજવામા આવી હતી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓએ એકબીજાની જીતના દાવા કરતા હતા. ત્યારે આ ચુંટણી પ્રક્રીયા પુર્ણ થતા આજે દહેગામ સેવાસદન કચેરી ખાતે ચુંટણી અધિકારી દ્વારા મતગણતરી હાથ ધરવામા આવી હતી અને ચુંટણી મતગણતરી પ્રક્રીયા પુર્ણ થતા ચુંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર કીંજલબેન સંજયકુમારને વિજય ઘોષિત કર્યા હતા. ભાજપના ઉમેદવારને કુલ ૧૭૭૨ વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને ખાલી ૮૭૬ જ મત મળ્યા છે.

ભાજપના મહિલા ઉમેદવારની જીત બાદ કાર્યકર્તાઓ દ્વારા તેમનો વિજય ઉત્સવ મનાવવામા આવ્યો હતો. અને આ વિજયી ઉમેદવાર ભાજપ કાર્યાલય આવતા દહેગામ નગરપાલિકા ભાજપ પ્રમુખ બીમલભાઈ અમીન અને અન્ય આગેવાનો દ્વારા તેમનુ ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. અને તેમનુ જીતના અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી