ગુજરાતમાં મુખ્યમંત્રી, સ્પીકર, સહિત મંત્રીઓને ભાજપે બદલ્યા….

શું આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં પ્રજા સરકાર બદલશે?

રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા ગુજરાતના ભાજપના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. વિજય રુપાણીની મુખ્યમંત્રી પદેથી હટાવીને અમદાવાદના ઘાટલોડિયાના પ્રથમવાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની કમાન સોંપવામાં આવી હતી.

આજે બીજી બાજુ ભાજપ હાઈકમાન્ડે કેબિનેટમાં ‘નો રિપીટ’ ફોર્મ્યુલા અપનાવીને ભાજપના દિગ્ગજ મંત્રીઓને જાકારો છે જેમાં નિતિન પટેલ, પ્રદિપસિંહ જોડેજા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા નામ કપાઈ ગયા છે. એટલું જ નહીં જ વિધાનસભાના અધ્યક્ષ પણ બદલાયા છે. આ સ્થિતિ વચ્ચે જોવાનું એ છે કે, આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં નવા ચહેરાઓને પ્રમોટ કરીને ભાજપને રાજકીય ફાયદો શું થાય છે તે આગામી સમય નક્કી કરશે.

રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક સાંજે 4:30 વાગ્યે મળવા જઈ રહી છે. આ પ્રથમ કેબીનેટ બેઠકમાં તમામ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી થશે, જેમાં કેબીનેટ પ્રધાનોને નાણા, આરોગ્ય, મહેસુલ, શિક્ષણ, કૃષિ, વાહનવ્યવહાર જેવા મહત્વના ખાતા આપવામાં આવશે તેમજ અન્ય પ્રધાનોને રાજ્યકક્ષાના અને સ્વતંત્ર હવાલો આપવામાં આવશે. રાજ્યની નવી સરકારની પ્રથમ કેબીનેટ અંગે મુખ્યપ્રધાન કાર્યાલય (CMO Gujarat)ના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છ

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી