BJP પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો

ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીનો પુત્ર મિત વાઘાણી ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીની બી.સી.એ.ની બીજા સેમેસ્ટરની પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો છે. પ્રદેશ પ્રમુખનો પુત્ર 27 કાપલી સાથે પરીક્ષામાં ચોરી કરતા પકડાયો છે. જો કે આ મામલે કોલેજના પ્રિન્સિપાલે કોપી કેસ દાખલ કરી લીધો હોવાનું જણાવ્યું છે.

તો બીજી તરફ આ મામલો સામે આવતા ભાજપનું સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું હતું. યુનિ. સત્તાધીશોએ ભેદી મૌન ધારણ કરીને મીડિયાને પ્રવેશબંધી ફરમાવી દીધી હતી.

જો કે પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ મિત વાઘાણી પરીક્ષામાં ચોરી કરતા પકડાયો તે બાબતને સમર્થન આપતા કહ્યું હતું કે, હા, મારો પુત્ર પરીક્ષા ગેરરીતિમાં પકડાયો છે અને તેની સામે યુનિ.ના નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હશે તે મુજબ થશે.

 76 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી