Live : અમદાવાદ-સુરત-રાજકોટ-જામનગર-ભાવનગરમાં ભાજપ જીતની નજીક, કોંગ્રેસ પાછળ

576 બેઠકોમાંથી 175 પર ભાજપ, કૉંગ્રેસ 38

576 બેઠકોમાંથી 175 પર ભાજપ, કૉંગ્રેસ 38, આપ 12 અને ઓવૈસીની પાર્ટી 4 સીટ પર આગળ ચાલી રહી છે. વોર્ડ પ્રમાણે જોઇએ તો, સુરતમાં વોડ 15 કરજ માગોબ 3 બેઠક ભાજપ અને એક બેઠક આપ આગળ છે. વોડ 14 ઉમરવાડા માતાવડી ભાજપ આગળ છે. ભાવનગર વોર્ડ નંબર 1માં ભાજપના 3 વિજેતા થયા છે જ્યારે કોંગ્રેસના 1 ઉમેદવાર કાંતિભાઈ ચૌહાણની જીત થઇ છે. અમદાવાદના વસ્ત્રાલમાં ભાજપની જીત થઇ છે. વડોદરા વોર્ડ નંબર સાતમા ભાજપનો વિજય થયો છે. જેમાં મનોજ પટેલ, શ્વેતાબેન ચૌહાણ, બંદિશ શાહ, ભૂમિકાબેન રાણાનો વિજય થયો છે.

 મનપાની ચૂંટણીના પરિણામો ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યાં છે ત્યારે શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જામનગરમાં વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય નોંધાયો છે જ્યારે અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં, રાજકોટના વોર્ડ નં. 10માં બીજેપીની પેનલનો ભારે બહુમતીથી વિજય થયો છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 46 ટકા મતદાન થયું હતું. જેની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 6 મનપાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 વોર્ડના 575 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.

 68 ,  1