ભાજપમાં ચિંતન, કોંગ્રેસની મહિને 6 હજાર આવકની યોજનાનો જવાબ કઈ રીતે આપવો ?

લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ ગઈ છે. પ્રથમ તબક્કાનું મતદાન નજીકમાં છે ત્યારે કોંગ્રેસે ન્યુનતમ આય યોજના – ન્યાય જાહેર કરીને દેશના 20 ટકા ગરીબોને મહિને 6 હજાર રૂપિયા તેના ખાતામાં જમા કરવાની જાહેરાત કરવાની સાથે જ ભાજપમાં થિંક ટેંક દ્વારા ચિંતન મંથન શરુ થયું છે કે તેનો જવાબ કઈ રીતે આપવો. સૌથી પહેલા તો નાણામંત્રી અરુણ જેટલીને મેદાનમાં ઉતારવામાં આવ્યા. તેમણે ઇન્દિરા ગાંધીનું ગરીબી હટાવો સૂત્ર ટાંકીને કહ્યું, કે કોંગ્રેસને તો આવા સુત્રો આપવાની ટેવ છે. જો કે ભાજપ તેની સામે કઈ યોજના લાવશે તેઓ કોઈ ઉલ્લેખ કર્યો નથી.

ભાજપમાં ચિંતન એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા આપવાની યોજના જાહેર કરી ત્યારે ભાજપે તેના ભારોભાર વખાણ કર્યા અને વિશ્વમાં આવી કોઈ યોજના નથી એવો દાવો પણ કર્યો. પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ મોટા મોટા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને ન્યાય યોજના તૈયાર કરી, જાહેર કરી અને ભાજપમાં જાણે કે સોપો પડી ગયો છે. ભાજપે હવે તેને કાઉન્ટર કરવું હોય તો મહિને 6 હજાર રૂપિયા કરતા વધુ રૂપિયા આપવાની યોજના જાહેર કરવી પડે. પરંતુ જો એમ કરે તો રાહુલ ગાંધીની નકલ કરી કહેવાય. અને મોદી સરકાર એવું તો કરે જ નહીં. તેથી હવે પાણી માંથી પોરા કાઢવાની જેમ યોજનાની ટીકા ટિપ્પણી શરુ કરીને મતદારોનું ધ્યાન બીજે ત્રીજે વાળવાનું શરુ કર્યું છે.

સમા પક્ષે કોંગ્રેસે પણ RBIના પૂર્વ ગવર્નર રાધુરમ રાજનને મેદાનમાં ઉતર્યા અને તેમણે પણ ન્યાય યોજનાને વખાણી. રાહુલના કહેવા પ્રમાણે કોંગ્રેસે જે અર્થશાસ્ત્રીઓ સાથે ચિંતન કર્યું તેમાના એક રાજન પણ હતા. તેથી દેખીતી રીતે જ રાજન વખાણ કરે પરંતુ ભાજપ કઈ રીતે વખાણ કરી શકે ? એટલે ન્યુનતમ આય યોજના – ગરીબોને મહિને 6 હજાર રૂપિયા ઘર ચલાવવા માટે આપવાની યોજનાનો જવાબ કઈ રીતે આપવો તેની ગડમથલ ચાલી રહી છે.

 138 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી