મહેસાણા : ભાજપના નગરસેવકની ઓડી કાર અચાનક સળગી ઉઠી, Video

પાર્ક કરેલી ઓડી કાર અચાનક સળગી ઉઠી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં

મહેસાણા શહેરમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે સદ્ નસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી. શહેરના તોરણ વાડી માતાજીના ચોકમાં પાર્ક કરેલી ઓડી કાર સળગી અચાનક સળગી ઉઠી હતી.

મળતી વિગત મુજબ, મહેસાણા નગરપાલિકાના ભાજપના નગરસેવક કાનજીભાઈ દેસાઈની તોરણ વાડી માતાજીના ચોકમાં પાર્ક કરેલી ઓડી કાર કોઇ કારણસર ગેસ કીટ વાળા એન્જીનમાં આગ લાગતા આખી કાર સળગી ઉઠી હતી. કારના એન્જીનના ભાગેથી લાગેલ આગ ધીરે ધીરે ભયંકર રુપ ધારણ કર્યુ હતુ અને જોતજોતામાં તો આખી કાર આગની ઝપેટમાં આવી ગઇ હતી અને સંપુર્ણ રીતે સળગી ગઇ હતી.

જો કે સદ્નસીબે કોઇ જાનહાની થઇ નહોતી સર્જાઇ. તો બીજી તરફ આગ લાગતાની સાથે જ આજુબાજુના લોકો તેમજ પસાર થતા વાહન ચાલકોનો જમાવડો થઇ ગયો હતો અને થોડી વાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. પાલિકા ફાયર ફાયટર ટીમને જાણ કરાતાં આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી.

 399 ,  3